Connect Gujarat
ગુજરાત

ભાવનગર : જર્જરિત બિલ્ડીંગ ધારકો સામે મનપાની લાલ આંખ, પાણી કનેક્શન કાપવા સહિત સીલ કરવાની કાર્યવાહી..!

ભાવનગરની શહેરની 800થી વધુ જર્જરિત બિલ્ડીંગોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે.

X

ભાવનગરની શહેરની 800થી વધુ જર્જરિત બિલ્ડીંગોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. જેમાં તમામ જર્જરિત ફ્લેટ ધારકોને તાત્કાલિક ફ્લેટ ખાલી કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જોકે, મોટાભાગના રહેવાસીએ ફ્લેટ પણ ખાલી કરી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. આગામી 7 દિવસમાં જર્જરિત બિલ્ડીંગની તપાસ કરવામાં આવશે, અને ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવશે કે, બિલ્ડીંગમાં રહેવા માટે પરવાનગી આપવી કે, નહીં. તે સ્ટ્રક્ચરની તપાસ નહીં થાય ત્યાં સુધી રહીશોને પ્રવેશવા દેવામાં આવશે નહીં. મહાનગરપાલિકા તરફથી હાલ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ કોમ્પ્લેક્સમાં ન પ્રવેશે તે અંગે પણ મહાનગરપાલિકા દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.

ભાવનગર મહાનગરપાલિકા કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, શહેરની 800 જેટલી ઇમારત છે. તેવા લોકોને નોટિસ આપવામાં આવી છે, જેમાં કેટલાય લોકો પોતાની રીતે રીનોવેશન કરાવી રહ્યા છે, તો અન્ય કેટલાય લોકો મહાનગરપાલિકાને નોટિસને ગણકારતા ન હોવાથી પાણી કનેક્શન તેમજ સીલ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઇમારતોનો સર્વે કરવામાં આવે છે, અને આ વખતે પણ આ સર્વે કરવામાં આવ્યો છે. જેમાં જર્જરિત બિલ્ડીંગ ધારકોને નોટિસ આપવામાં આવી છે. જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. જેમાં જે કોઈપણ વ્યક્તિ જવાબદાર હશે તેની સામે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવાયું હતું.

Next Story