/connect-gujarat/media/post_banners/5e289a005eee5ffeaa5a392c41075c2596d3b4aa5422602e1287f069596b1cef.jpg)
ભાવનગર જિલ્લાના શિહોર GIDCમાં આવેલ રોલિંગ મિલમાં અચાનક બ્લાસ્ટ થતાં 10થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે 3 શ્રમિકોની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, સિહોર તાલુકાના ઘનઘલી ગામ નજીક GIDCમાં આવેલી રિહન્ટ રોલિંગ મિલની ભઠ્ઠીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભારે દોડધામ મચી હતી. આ દુર્ઘટનામાં 10થી વધુ શ્રમિકો દાઝી જતાં તેઓને પ્રાથમિક સારવાર આપી પ્રથમ સિહોર અને બાદમાં ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં 3 શ્રમિકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બહારથી આવેલા ભંગારને મિલની ભઠ્ઠીમાં નાખતા જ અચાનક બ્લાસ્ટ થયો હોવાનું ઘવાયેલા એક શ્રમિકે જણાવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ મિલમાં શનિવારે મોડી રાત્રે 14 થી વધુ શ્રમિકો કામ કરી રહ્યા હતા, ત્યારે ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા જ કંપની કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો થયો હતો. આ ઘટના બાદ મિલ માલિક હોસ્પિટલ નહીં આવતા શ્રમિકોમાં રોષ જોવા મળ્યો હતો.