ભાવનગર : એમ્બરગ્રીસના જથ્થા સાથે થડાચ ગામના શખ્સની ધરપકડ, રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

વ્હેલની ઉલટી, જેને એમ્બરગ્રીસ કહેવાય છે, તે વ્હેલના શરીરમાંથી મુક્ત થતો ઘન પદાર્થ છે. આ વ્હેલના આંતરડામાં બનેલો મળ છે, જે ખોરાક ન પચવાને કારણે ઉલ્ટીના સ્વરૂપમાં બહાર આવે છે

New Update
  • પાલિતાણા પંથકમાં એમ્બરગ્રીસ જપ્ત કરતી પોલીસ

  • કરોડો રૂપિયામાં વેંચાતી વ્હેલની એમ્બરગ્રીસ ઉલ્ટી

  • થડાચ ગામમાંથી પોલીસે કરી એક શખ્સની ધરપકડ

  • અન્ય એક શખ્સ પોલીસને ચકમો આપીને થયો ફરાર

  • રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

ભાવનગર જિલ્લાના પાલિતાણા ગ્રામ્ય પોલીસે રૂ. 1 કરોડથી વધુની કિંમતના એમ્બરગ્રીસના જથ્થા સાથે થડાચ ગામમાંથી એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર જિલ્લામાં એમ્બરગ્રીસનો કાળો કારોબાર ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. છેલ્લા ૩ મહિના દરમિયાનજિલ્લામાં વિવિધ સ્થળોએથી મોટા પ્રમાણમાં એમ્બરગ્રીસ જપ્ત કરવામાં આવ્યો છે. હવે ફરી એકવાર મોટી માત્રામાં એમ્બરગ્રીસ મળી આવ્યો છે. વ્હેલની ઉલટીજેને એમ્બરગ્રીસ કહેવાય છેતે વ્હેલના શરીરમાંથી મુક્ત થતો ઘન પદાર્થ છે. આ વ્હેલના આંતરડામાં બનેલો મળ છેજે ખોરાક ન પચવાને કારણે ઉલ્ટીના સ્વરૂપમાં બહાર આવે છે. તેનો રંગ કાળોથી ગ્રેથી સફેદ સુધીનો હોય શકે છે.

મીણના ઘન ટુકડા જેવો દેખાતા એમ્બરગ્રીસ એટલે કેવ્હેલની ઉલ્ટીની કિંમત કરોડોમાં આંકવામાં આવે છેત્યારે પાલિતાણા ગ્રામ્ય પોલીસને માહિતી મળી હતી કેથડાચ ગામમાં એક વ્યક્તિ પાસે મોટી માત્રામાં એમ્બરગ્રીસ છે. પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડ્યો હતોજ્યાં 1 કિલોથી વધુ એમ્બરગ્રીસ જપ્ત કર્યું હતું. જેની કિંમત રૂ. 1 કરોડથી વધુ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે તમામ મુદ્દામાલ સાથે પ્રદીપ મનુભાઈ ગુજરિયાની ધરપકડ કરી હતીજ્યારે અન્ય આરોપી મેહુલ ઉર્ફે છોટુ બાંભણિયા પોલીસને ચકમો આપી નાસી છૂટ્યો હતો.

Latest Stories