/connect-gujarat/media/post_banners/8fdee77a8460dba5de3b17346fcc8ac376ba8cc350cbc9592a186f51de61d501.jpg)
ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાવનગરના મહુવા ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા ભાવનગરના મહુવા ખાતે નિર્મિત નવા બસ સ્ટેશનનું લોકાપર્ણ તેમજ ભાવનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા નવનિર્મિત મહુવા ગ્રામ્ય પોલીસ મથક અને બગદાણા ખાતે પી.એસ.આઈ. રહેણાંક તેમજ 16 અન્ય આવાસોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ-વાહનવ્યવહાર નિગમ દ્વારા મહુવામાં રૂ. ૪૬૦.૯૯ લાખના ખર્ચે બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અત્યાધુનિક બસ સ્ટેશનમાં ૧૦ જેટલા પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ, રિઝર્વેશન અને પાસ રૂમ, ટ્રાફિક ઓફિસ, વહીવટી ઓફિસ, યુટિલિટી રૂમ, સ્ટોર રૂમ, ઇન્કવાયરી રૂમ, કેન્ટિન, પાર્સલ રૂમ, વોટર રૂમ, સ્ટોલ કમ શોપ, ઇલેક્ટ્રિક રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, શૌચાલય, સરક્યુલેશન વિસ્તારમાં સી.સી.ટ્રી-મિક્ષ ફ્લોરિંગ, વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પેશ્યલ પ્રકારના શૌચાલય તથા સ્લોપિંગ રેમ્પની સુવિધા ઉભી કરવામાં આવી છે, ત્યારે આ બસ સ્ટેશનનું લોકાર્પણ થતાં મુસાફરો સહિત નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.