Connect Gujarat
ગુજરાત

ભાવનગર : મિસ વર્લ્ડ યોગીનીને નેશનલ યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયશીપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો

પ્રતિભા, આવડત, કૌશલ્ય કોઈ ઉમંરની મોહતાજ નથી હોતી, હીરો સાઈઝ ખુબજ નાનો હોય છે, પરંતુ એ અમુલ્ય હોય છે

X

પ્રતિભા, આવડત, કૌશલ્ય કોઈ ઉમંરની મોહતાજ નથી હોતી, હીરો સાઈઝ ખુબજ નાનો હોય છે, પરંતુ એ અમુલ્ય હોય છે. સૂર્યની માફક કૌશલ્ય પણ છાબડે ઢાંક્યું ન જ રહી શકે તે વાતની પ્રતીતિ ભાવેણાનાં ભાવેણાની ગૌરવવંતી દીકરી જાનવી પ્રતિભા મહેતા કરી દેખાડી છે જોઈએ આ અહેવાલ શું છે આ પ્રતિભા જેમને આપણે રબ્બરબેન્ડ ગર્લ તરીકે ઓળખીએ છીએ. જેણે આ યોગ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે.... "દેખન મેં છોટે લગે, ઘાવ કરે ગંભીર" વ્યક્તિ ની આવડત ઉમંર, વજન કે લંબાઈ થી માપી નાં શકાય. અમદાવાદમાં યોજાયેલી નેશનલ યોગાસન સ્પર્ધામાં ભાવનગરની જાનવી મહેતાએ બે ઈવેન્ટમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત ભાવનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી 2જી નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ચૅમ્પિયનશીપ, નેશનલ યોગાસન સ્પર્ધામાં ભારતમાંથી કુલ ૨૬ રાજ્યોનાં ૮૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 2જી નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ચૅમ્પિયનશીપમાં જાનવી મહેતાએ બે મેડલો જીતી ભાવેણાનું ગૌરવ જાનવી પ્રતિભા મહેતાએ બે ઈવેન્ટમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતી ભાવનગર જ નહિ પણ ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું, સાથે સાથે દેશનાં ૨૬ રાજ્યોમાં ઓલઓવર ચેમ્પિયનશીપમાં ગુજરાત પ્રથમ સ્થાને રહી ચેમ્પિયન બન્યું. તાજેતરમાં અમદાવાદ ખાતે ૧૭ થી ૧૮ ડિસેમ્બર દરમિયાન યોજાયેલી નેશનલ યોગાસન સ્પર્ધામાં ભારતમાંથી કુલ-૨૬ રાજ્યોનાં ૮૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજ્યનાં કેબિનેટ મિનિસ્ટર જગદીશ પંચાલ દ્વારા આ સ્પર્ધા નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. તેમજ નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેસનનાં અધ્યક્ષ મહેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં આ રાષ્ટ્રીય સ્પર્ધા યોજાઈ હતી. સરકારનાં આદેશ મુજબ કોવિડ-19 ને ધ્યાને લઈને ક્વાટર ફાઇનલ સુધી ઓનલાઇન કરી ફાઇનલિસ્ટ ૨૫૦ જેટલા ખેલાડી વચ્ચે ઓફલાઇન સ્પર્ધા લકુલીશ યોગ યુનિવર્સિટીનાં આંગણે યોજાઈ હતી. જેમાં આપણા ભાવેણાનું ગૌરવ જાનવી પ્રતિભા મહેતાએ બે ઈવેન્ટમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતી ભાવનગર જ નહિ પણ ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું, સાથે સાથે ૨૬ રાજ્યોમાં ઓલઓવર ચેમ્પિયનશીપમાં ગુજરાત પ્રથમ સ્થાને રહી ચેમ્પિયન બન્યું. આ સિદ્ધિ બદલ યોગગુરુ આર.જે.જાડેજા, ફેડરેશનનાં મુખ્ય પદાધિકારી સંતોષભાઈ કામદાર, ડો.હર્ષદભાઈ સોલંકી, ડો.ભાનુભાઇ પંડયા, એન.કે.જાડેજા તેમજ રેતુભા ગોહિલએ શુભેચ્છાઓ પાઠવી હતી.

ભાવનગર એટલે કલાની નગરી, ત્યારે ભાવનગરના કલાકારો વિવધ ક્ષેત્રમાં પોતાનું અને ભાવનગરનું નામ રોશન કરે છે. ત્યારે ભાવનગરની દિકરી અને મિસવર્લ્ડ યોગીની તરીકે નામનાં મેળવેલ આંતરરાષ્ટ્રીય યોગ પ્લેયર જાનવી પ્રતિભા મહેતાએ વધુ એક સિદ્ધિ મેળવીને ભાવનગર અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. રિપબ્લિક ઓફ વુમન (યુનાઇટેડ નેશન્સ) ના ચીફ એકજ્યુકીટીવ બોર્ડ દ્વારા કલરવ એન.જી.ઓ ની બ્રાન્ડ એમ્બેસેડર જાનવી પ્રતિભા મહેતાની નારી સશક્તિકરણ માટે કાર્યરત વિશ્વની મુખ્ય ૧૦૦૦ મહિલાની યાદીમાં પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી માત્ર જાનવી મહેતાની પસંદગી કરવામાં આવી છે. આ એક હજાર મહિલાઓની યાદીમાં ભારતનાં આઇ.પી.એસ કિરણ બેદી, નંદા દાસ જેવી અનેક પ્રસિદ્ધ મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ભાવનગર સાથે જ ગુજરાતના ગૌરવમાં વધારો કર્યો છે જાનવી મહેતાએ યોગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધિઓ તેને હાંસલ કરી પોતાના નામે અનેક એવોર્ડ મેળવ્યા છે. ભાવનગરની દીકરી મિસવર્લ્ડ યોગી એવી જાનવી પ્રતિભા મહેતા કે જેમને આપણે રબ્બર બેન્ડ ગર્લ તરીકે ઓળખીએ છીએ. જેણે આ યોગ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે. તેવી ભાવેણાની ગૌરવવંતી દીકરી જાનવી પ્રતિભા મહેતા કે જેઓએ અગાઉ વિશ્વનાં ૭ ખંડમાં એવા એશિયાખંડનાં ૫૦ દેશોનાં અધ્યક્ષ સ્થાને રહી ૫૦ દેશોનાં પ્રતિનિધિ તરીકેનું સુકાન સાંભળી યોગલક્ષી દરેક કાર્યને આગળ વધાર્યું હતું. જાનવીની સિધ્ધિઓની વાત કરીએ તો તેણે યોગમાં વર્લ્ડ રેકોડર્સ પણ પોતાનાં નામે કર્યા છે અને ભારત દેશનું પ્રતિનિધિત્ય ચીન, મલેશિયા, સાઉથ કોરિયા જેવા વિવિધ દેશોમાં કરી ૮ થી પણ વધુ વખત ઈન્ટરનેશનલ લેવલ પર ગોલ્ડ મેડલ જીતી ભારત દેશનો ડંકો વગાડ્યો છે. તેમજ મલેશિયામાં જાનવી ૨ રનર્સઅપ મિસ યોગીની ઓફ વર્લ્ડ બની ચુકેલ છે. જાનવી ની આ બધી સિદ્ધિઓને ધ્યાનમાં લઈ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ રૂબરૂ મુલાકાત કરી શુભેચ્છાઓ આપેલ હતી.ભાવનગર : મિસ વર્લ્ડ યોગીનીને નેશનલ યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયશીપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો

ભાવેણાનું ઘરેણું એટલે જાનવી મહેતા કે જેમને યોગક્ષેત્રે ઉપરા ઉપરી સિધ્ધિઓ હાસલ કરી છે અને ભાવેણાનાં રાજવી નેક નામદારશ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલવાડનાં ભાવનગર રાજવી ની ઓળખને વિશ્વનાં દેશમાં ફરી તાજી કરી ભાવનગરને ગૌરવ અપાવ્યું છે અને હવે આ જાનવી મહેતા દેશનું ગૌરવ બની છે અગાઉ આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે ૮-ગોલ્ડ, ૬-સિલ્વર, ૧-બ્રોન્ઝ મેડલ તેમજ રાષ્ટ્રીય ક્ષેત્રે ૮-ગોલ્ડ, ૩-સિલ્વર, ૮-બ્રોન્ઝ મેડલ યોગ ક્ષેત્રે મેળવેલ છે જાનવી મહેતાએ અત્યાર સુધીમાં ૫૦ થી વધુ ગોલ્ડ અને સિલ્વર, બ્રોન્ઝ સહીત અને ટ્રોફીઓ મેળવી છે. સામાન્ય આવક ધરાવતા એક વિપ્ર પરિવારની દીકરી, યોગ્ય અભ્યાસ કરી કોઈ આછી-પાતળી નોકરી શોધી થોડું-ઘણું કમાઈને સાસરે જઈ ઠરીઠામ થવાની માનસિકતા જ ધરાવતી હોય તે સ્વાભાવિક ક્રમ છે. પણ કેટલાક અપવાદ પણ હોય છે અને આ તેમા ની આ દીકરી જે ૧3 વર્ષથી યોગ ક્ષેત્રે કાર્યરત રહી ૧૮૦ નાના-મોટા મેડલ જીતવા અને તેમાં પણ ઇન્ટરનેશનલ ક્ક્ષાનાં ૮ ગોલ્ડ મેડલ...આ સિદ્ધિ નાની સુની તો ન જ કહેવાય. આ પાછળ તેની લગન, ધગશ અને મહેનત હતી. "હજુ ઘણા ચડાણો ચડવા છે...! " આ શબ્દો છે આ દીકરીનાં જાનવી મહેતાનાં રેડીમેઈડ સિલાઈ કામનાં વ્યવસાય સાથે સંકળાયેલ અને શહેરનાં સુભાષનગર વિસ્તારમાં રહેતા જીગ્નેશભાઈ અને શિક્ષિકા પ્રતિભાબેનની પુત્રી જાનવી બે સંતાનોમાંની મોટી દીકરી ૧૫ વર્ષ પહેલા યોગ પ્રત્યે રૂચી જાગી અને નિયમિત અભ્યાસ શરૂ કર્યો. ભાવનગર યુનીવર્સીટી યોગ સેન્ટર અને પછી ઘરે સ્વઅભ્યાસ ....આ ક્રમ ચાલતો રહ્યો અને જાનવીનું કોવ્શ્લ્ય પારંગતા વધતી રહી. શહેર ક્ક્ષા, જીલ્લા, રાજ્ય કક્ષા, ખેલ મહાકુભ જેવી સ્પર્ધામાં વિજય બનવાની તેની આદત બની રહી અને તે પછી મોકો આવ્યો ઇન્ટરનેશનલ યોગ કોમ્પીટીશનનો વર્ષ ૨૦૧૫માં ચીનમાં ઇન્ટરનેશનલ યોગ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં જાનવી મહેતાએ પણ ભારત દેશનું પ્રતિનિધિ કયું હતું. અને અનેક દેશના સ્પર્ધકો મેદાનમાં હતા પણ જાનવીએ ગોલ્ડ મેડલ મેળવી ભાવનગર, ગુજરાત અને દેશનું નામ રોશન કયું. જેમાં એક માત્ર સુવર્ણ ચન્દ્રક નહિ પરંતુ અન્ય બે કેટેગસમાં પણ બે ચંદ્રકો અંકે કરી ત્રણ-ત્રણ મેડલ જ વિજય બની આ દીકરી.. અને આજદિન સુધી જયારે જયારે યોગ સ્પર્ધા ભાગ લે છે ત્યાર પછી આ દીકરીને વિજય બનવાની તેની આદત બની રહી ને નેશનલ યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયશીપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો

Next Story