/connect-gujarat/media/post_banners/846bebd5116b280548600484316ffc082e1b52a0ab1218ed0cea15a8fce064ad.webp)
ભાવનગર ટોપથ્રી સર્કલ પાસે બૌધ્ધ ધમ્મ દિક્ષા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાવનગર જીલ્લાના ૧૫૦ જેટલા અનુસૂચિતજાતી સમાજના લોકોએ બૌધ્ધ ઘર્મ અંગીકાર કર્યો હતો
ભાવનગર ટોપથ્રી સર્કલ ખાતે આજે 150 કરતા વધુ પરિવારોએ હિંદુ ધર્મ છોડીને વિધિવત રીતે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે. ભાવનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં 150 કરતાં વધુ પરિવારના સદસ્યોએ એક સાથે રહીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. આ પ્રંસગે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને ડો બાબા સાહેબ આંબેડકર તેમજ બૌદ્ધ સાહિત્યને સાક્ષી રાખીને હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે. જે પરિવારોએ આજે હિન્દુધર્મ છોડ્યો છે તેની અગાઉ વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી અને તે અંતર્ગત જ આજે ધર્મ બૌદ્ધ ધર્મ અંગીકાર કાર્યક્રમ યોજાયો હતો.