Connect Gujarat
ગુજરાત

ભાવનગર: પાલિતાણામાં લગ્ન પ્રસંગ દરમ્યાન 150થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર,સારવાર અર્થે ખસેડાયા

ભાવનગરના પાલિતાણામાં લગ્ન પ્રસંગ દરમ્યાન 150થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

X

ભાવનગરના પાલિતાણામાં લગ્ન પ્રસંગ દરમ્યાન 150થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

જૈનની તીર્થનગરી પાલિતાણા સીસીટીવીમાં તોડફોડ મામલે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે વધુ એક વખત ચર્ચામાં આવી છે. લગ્નની દાવતમાં 100થી 150 લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. રવિવારે સાંજે યોજાયેલા લગ્ન પ્રસંગમાં એક હજારથી વધુ લોકોએ ચિકન, મટન, બિરયાની સહિતનું નોનવેજ ભોજન આરોગ્યું હતું, સફરજનનો હલવો અને છાશ આરોગતાં 150થી વધુ લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઇ હતી. લોકોને ઊલટીઓ થતાં માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બેડ ખૂટી પડ્યાં હતાં. પાલિતાણા શહેરમાં રહેતા અને અને ગારિયાધાર રોડ પર પાન-માવાની દુકાન ધરાવતા મહેતરના આંગણે લગ્નનો પ્રસંગ હતો, જેથી પાલિતાણાના તળાવ વિસ્તારમાં આવેલા જમાત ખાનામાં દાવતનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 1 હજારથી વધુ લોકોએ સફરજનનો હલવો, છાશ, ચિકન બિરયાની મટન સહિતનું નોનવેજ ભોજન આરોગ્યુ હતું, જેમાં 150થી વધુ લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઇ હતી, એમાં સૌથી વધુ બાળકોનો સમાવેશ થાય છે તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ તેઓને રજા આપવામાં આવી હતી

Next Story