/connect-gujarat/media/post_banners/ac9add3226290b370ae21a2b379810899d137078692ec15217948bc47ba610da.jpg)
ભાવનગરની દીકરીએ દિલ્હી ખાતે યોજાયેલ મિસિસ ઈન્ડિયા ફિટેસ્ટ બોડી અને મિસિસ ઈન્ડિયા ઈન્ટેલિજન્ટ વુમન 2021ની સ્પર્ધામાં ખિતાબ જીત્યો છે, ત્યારે હવે ભાવનગરનું જ નહી પણ પુરા ગુજરાતનું નામ રોશન કર્યું છે.
ભાવનગર શહેરના હિલડ્રાઇવ વિસ્તારમાં રહેતી દિગવાસા ગોહિલસિંહે ગૃહિણીઓ માટે એક પ્રેરણા પુરી પાડી છે. ભાવનગરની દીકરીએ દિલ્હીમાં મિસિસ ઈન્ડિયા ફિટેસ્ટ બોડી અને મિસિસ ઈન્ડિયા ઈન્ટેલિજન્ટ વુમન 2021નો ખિતાબ જીત્યો છે. ગૃહિણીની ભૂમિકા સાથે એક પુત્રીની માતા હોવા છતાં ભાવનગરથી શરૂ કરેલી સફરમાં દિલ્હી સુધી પહોંચી અને આખરે સફળતાના શિખરો દિગવાશાએ સર કરી લીધા છે.
ભાવનગર માટે આ ગૌરવની વાત કહી શકાય કે, નેશનલ લેવલની ઇવેન્ટમાં ગુજરાતના ભાવનગર જીલ્લાના પ્રતિનિધિએ ભાગ લઈને એક નહી પણ 2 ટાઇટલ જીત્યા છે. આ નેશનલ લેવલની ઇવેન્ટ ગત ઓગસ્ટ માસમાં હયાત રેજન્સી દિલ્હી ખાતે યોજાઈ હતી. જેમાં અલગ અલગ રાજ્યોમાંથી 30 જેટલા સ્પર્ધકો પહોંચ્યા હતા. આ સ્પર્ધામાં દિગવાસાએ ગુજરાતની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા વસ્ત્રો જેમ કે, ચણિયાચોળી અને સાડી પહેરીને ભાગ લેતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગીત-સંગીત અને નૃત્યના રાઉન્ડમાં તેમણે ગુજરાતના પ્રખ્યાત ડાકલા નૃત્ય રજૂ કર્યું હતું, ત્યારે હવે પોતાની આ સિદ્ધિ બદલ ભવિષ્યમાં પણ તે ફેશન અને મોડલિંગ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે.