/connect-gujarat/media/post_banners/2a4b3b44d5c597b946698938c64066bd72289055159922d069b69186292b9663.jpg)
ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા ઇન્દિરા નગરમાં રહેતા પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી અને એક મહિલા સહિત બેને ઇજા કરી ફરાર થઈ ગયો હતો.
ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક આવેલા ઇન્દિરા નગરમાં રહેતા હિંમત જોગડીયાના પત્ની દિપુબેન સાથે ઝઘડો ચાલતો હોય દિપુબેન સાત વર્ષથી રિસામણે હોય અને તેમને સાત માસની બાળકી પણ છે લાંબી સમજાવટ બાદ માતા-પિતા પુત્રીને સાસરે મૂકી આવ્યા હતા અને દરમિયાનમાં માતા-પિતા પુત્રીના સાસરે ઘરેણા આપવા માટે ગયા હતા ત્યારે જમાઈ સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ જતા ઉશ્કેરાયેલા હિંમતભાઈ પત્ની દિપુબેનને આડેધડ છરીના ઘા ઝીંકી દેતા દિપુબેનનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક મહિલા લક્ષ્મીબેન માધવભાઈ બોરીચા પ્રાગજીભાઈ તેજાભાઈ ગિલાતરને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવમાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતાની સાથે જ પોલીસને કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.