/connect-gujarat/media/post_banners/fe9f77fb3753e1ab20ec3278775be05b9be27a1f96b6d00bc3c8f244dd846f87.jpg)
ભાવનગર શહેરમાં 5 વર્ષીય બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હવસનો શિકાર બનાવનાર નરાધમની ગંગાજળિયા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મનીષ ઉર્ફે ગોળીયો નામના નરાધામે 5 વર્ષની બળકીને રૂપિયા આપી માવો લેવા મોકલી હતી, અને ત્યારબાદ પટાવી ફોસલાવી બાળકીને તેના ઘરમાં લઈ જાઈને શૈતાનને પણ સરમાવે તેવું કૃત્ય કર્યું હતું. બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી પોતાની હવસનો શિકાર બનાવી હતી. બનાવના પગલે ભોગ બનનારની માતાએ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, તારે ગંગાજળિયા પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ મનીષ ઉર્ફે ગોળીયોને ઝડપી પાડ્યો છે, ત્યારે હાલ તો ગંગાજળિયા પોલીસે નરાધમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.