Connect Gujarat
ગુજરાત

ભાવનગર: મહાનગરપાલિકાની રિબેટ યોજનાનો પૂરેપૂરો લાભ ના મળતા અનેક સવાલો ઊભા થયા

ભાવનગર મહાનગરપાલિકાની રિબેટ યોજનાનો ટેક્સ ભરવા છતાં પણ પૂરેપૂરો લાભ ના મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

X

ભાવનગર મહાનગરપાલિકાની રિબેટ યોજનાનો ટેક્સ ભરવા છતાં પણ પૂરેપૂરો લાભ ના મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ભાવનગર મહાનગરપાલિકાની નાણાકીય વર્ષ 2023-24 ની રિબેટ યોજના શરૂ થઈ ગઈ છે ત્યારે મોટાભાગના કરદાતા રિબેટ યોજનાનો લાભ લઇ રહ્યા છે, ત્યારે ભાવનગરના વડવા વિસ્તારમાં રહેતા બાબુભાઈ ગોરખિયા ઘરવેરો ભરવા આવ્યા હતા ત્યારે તેઓએ જણાવ્યુ હતું કે ઘરવેરો અમે ભરીયે છીએ પરંતુ જે યોગ્ય સુવિધા મળવી જોઈએ તે મહાનગરપાલિકા દ્વારા મળતી નથી. આ વર્ષે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજમાં 200 રૂપિયાનો ટેક્ષવધારો જિકવામાં આવ્યો છે, પરંતુ ડ્રેનેજના પ્રશ્નો વડવા વિસ્તારમાં ઘણા સમયથી છે તેનો કોઈ યોગ્ય નિકાલ આવતો નથી અનેક ફરિયાદો કરવા છતાં માત્ર ડ્રેનેજ સફાઈ કોન્ટ્રાક્ટર કર્મચારી માત્ર સળિયા મારીને સાફ કરીને જતા રહે છે જે બીજે દિવસે ફરી એજ પ્રશ્ન ઉદભવે છે, ત્યારે ટેક્ષ ભરવા છતાં પણ કોઈ યોગ્ય સુવિધા મળતી નથી.

ત્યારે ભાવનગરના સ્ટેન્ડિંગકમિટી ચેરમેન ધીરુભાઈ ધામેલીયા એ જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકાની રિબેટ યોજના એપ્રિલ અને મે મહિનામાં ચાલતી હોય છે જેનો લાભ ભાવનગરના કરદાતા ખૂબ જ લઈ રહ્યા હોય છે ભાવનગરની જનતાના ભરેલા ટેક્ની સુવિધા પૂરેપૂરી જનતાને મળે તે માટે શાસક પક્ષની ટીમ દ્વારા પૂરેપૂરી સંતોષકારક કામગીરી કરવામાં આવશે અને ભાવનગરની જનતાને સુખાકારી અને વિકાસના કામો સતત ચાલતા રહે તેમજ ભાવનગરના કરદાતાને રિબેટ યોજનાનો લાભ લેવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને વિનંતી કરી હતી.

Next Story