Connect Gujarat
ગુજરાત

ભાવનગર : કોંગ્રેસ દ્વારા હોળીના દિવસે ભાવનગર મનપાના બજેટની કરી હોળી

X

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા હોળી કે દિન બજેટની હોળીનો કાર્યક્રમ રાખી ભાવનગર મહાનગર પાલિકાની સામે બજેટની હોળી કરી શાસક પક્ષનો વિરોધ કર્યો.

આજરોજ ભાવનગર મનપાનું બજેટ રજૂ થયું હતું. જેને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ વખોડી નાખતા હોળી કે દિન બજેટ કી હોળીનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં શહેર પ્રમુખે વિરોધ કરતા જણાવ્યુ હતું કે કોંગ્રેસના શાસનમાં મહાનગરપાલિકામાં ૮૫ પ્રાથમિક શાળાઓ હતી. જે ભાજપના શાસનમાં ઘટીને 55 થઈ ગઈ છે. તેમજ કોરોનાની વિષમ પરિસ્થિતિમાં પણ લોકોને કોઈ રાહત આપી નથી અને ભાવનગરમાં આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ બની શકે તેમ હોવા છતાં લોકોને નિરાશા સાંપડી છે. તેમજ સ્વચ્છતાને લઈને પણ શાસક પક્ષ ફક્ત મોટી મોટી વાતો કરનાર સફાઈ કામદારોનું જે સેટઅપ હોવું જોઈએ તે ગોઠવી શકતા નથી.

પ્રકાશ વાઘણીએ કોન્ટ્રાક્ટરને આડે હાથે લેતા જણાવ્યું કે કોર્પોરેશનના કોઈપણ કામ સમય મર્યાદામાં પુરા થતાં નથી અને કામની ગુણવત્તા પણ જળવાતી નથી એટલે કે આ શાસકો બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. કોઈ કોન્ટ્રાકટર પર પગલા લેવા માં આવતા નથી. ભાવનગરની જનતાને આ બજેટમાં કઈ નવું મળ્યું નથી. આ કાર્યક્રમ વેળાએ શહેર કૉંગ્રેસ પ્રકાશ વાઘાણી, પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદીપ ગોહિલ, જિલ્લા પંચાયત કોર્પોરેટરો, એનએસયુઆઈ, આઇટી સેલ, મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story