Connect Gujarat
ગુજરાત

ભાવનગર : દશેરા પર્વ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા વિધિવત રીતે શસ્ત્ર પૂજન કરાયું...

સનાતન ધર્મમાં દશેરા અથવા વિજયાદશમીનું ખૂબ જ મહત્વ રહ્યું છે. આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે.

X

દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરવાનો અનેરો મહિમા

પોલીસ પરિવાર દ્વારા વિધિવત શસ્ત્ર પૂજન કરાયું

ડીવાયએસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ

દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત થાય છે, ત્યારે ભાવનગર પોલીસ પરિવાર દ્વારા વિધિવત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મમાં દશેરા અથવા વિજયાદશમીનું ખૂબ જ મહત્વ રહ્યું છે. આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. શસ્ત્ર પૂજાના પર્વની શરૂઆત રાજા-મહારાજાઓએ કરી હતી,

જે આજ સુધી ચાલી આવી છે. દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત થાય તેવું માનવમાં આવે છે. સામાન્ય લોકોની સાથે સાથે પોલીસ તંત્ર પણ પોતાના હથિયારોની પૂજા કરે છે, ત્યારે ભાવનગર પોલીસ હેડક્વાટર ખાતે DYSP આર.આર.સિંઘલ, આર.વી.ડામોર, મનીષા દેસાઈ, વિરલ ચંદન તેમજ પીઆઈ, પીએસઆઇ, સહિત પોલીસ સ્ટાફ પોતાના સર્વિસ હથિયારોની પૂજા કરી હતી.

Next Story