ભાવનગર: ડમીકાંડમાં યુવરાજસિંહને પોલીસનું વધુ એક સમન્સ, હાજર નહીં રહે તો થશે કાર્યવાહી !

ગત તારીખ 14 ના રોજ ભાવનગર ભારતનગર પોલીસ સ્ટેશનમાં ડમી ઉમેદવાર કૌભાંડને લઈને 36 લોકો વિરોધમાં ફરિયાદ નોંધવામાં આવી હતી

New Update
ભાવનગર: ડમીકાંડમાં યુવરાજસિંહને પોલીસનું વધુ એક સમન્સ, હાજર નહીં રહે તો થશે કાર્યવાહી !

ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજાને હાજર રહેવા આપેલા સમન્સ બાદ બપોરની આકરી ગરમી સુધી હાજર નહિ રહેતા SOGને મળેલા મેલ બાદ આઈજી ગૌતમ પરમારે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી

ગત તારીખ 14 ના રોજ ભાવનગર ભારતનગર પોલીસ સ્ટેશનમાં ડમી ઉમેદવાર કૌભાંડને લઈને 36 લોકો વિરોધમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જ્યારે બીજે દિવસે ડમી કાંડમાં અન્ય ઉમેદવારોના નામ નહીં લેવા માટે યુવરાજ સિંહે કરોડ રૂપિયા માંગ્યા હોય તેવા તેના જ મિત્ર બીપીન ત્રિવેદીએ આક્ષેપો કર્યા હતા જેના પગલે પોલીસે યુવરાજસિંહને તારીખ 19-4-2023ના રોજ બપોરે 12:00 કલાકે એસપી કચેરીએ પોતાનો જવાબ આપવા માટે હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું.બપોરે 12 વાગ્યા આસપાસ યુવરાજસિંહના ધર્મ પત્નીએ યુવરાજસિંહની તબિયત ખરાબ હોય અને તે માટે તે ભાવનગર પોલીસ એસપી કચેરી ખાતે હાજર રહી શકે તેમ નથી તે માટે વધુ દસ દિવસની મુદ્દત માગવા માટે પોલીસને મેલ કર્યો હતો. આ બાબતે ભાવનગર રેન્જ આઈ.જી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે યુવરાજસિંહના જણાવ્યા મુજબ તેમની તબિયત લથડી હોવાથી 21 તરીખનું સમન્સ ફરી પાઠવવામાં આવ્યું છે.બે દિવસનો સમય આપવામાં આવ્યો છે.બીપીન ત્રિવેદીની પૂછપરછમાં મળેલા આધાર પુરાવા બાદ યુવરાજસિંહને પક્ષ મુકવા બોલાવ્યા છે. બીજું સમન્સ પાઠવ્યું છે ત્યારબાદ હાજર નહિ રહે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

Latest Stories