ભાવનગર: ૬૦ વર્ષીય વૃદ્ધ બ્રેન ડેડ થતા પરિવાર દ્વારા અંગદાન કરવામાં આવ્યુ, માનવતાની મહેક પ્રસરાવી

ભાવનગરમાં 60 વર્ષીય વૃદ્ધ બ્રેન ડેડ થતાં પરિવારજનો દ્વારા અંગદાન કરવામાં આવ્યું હતું અને માનવતાની મહેક પ્રસરાવી હતી.

ભાવનગર: ૬૦ વર્ષીય વૃદ્ધ બ્રેન ડેડ થતા પરિવાર દ્વારા અંગદાન કરવામાં આવ્યુ, માનવતાની મહેક પ્રસરાવી
New Update

Koiભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા અને સંત શ્રી મસ્તરામ બાપાના મંદિરના સેવક સ્વ મગનભાઈ ઓધવજીભાઈ ઠક્કર ગઈ તારીખ ૯/૦૭/૨૦૨૩ના રોજ રાત્રે મદિરેથી ઘરે જતા હતા ત્યારે રીક્ષા ચાલકે પાછળથી ટકકર મારતા ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે ફરજ પરના તબીબ દ્વારા મગજનું સીટી સ્કેન કરાવતા મગજમાં ખુબ જ મોટુ ‌અને ગંભીર પ્રકારનુ હેમરેજ હતું અને તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

તેઓની તબીયતમાં સુધારો ન થતા ડો રાજેન્દ્ર કાબરીયા અને ડો મીલાપ પરમાર દ્વારા તપાસ કરીને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. દર્દી પોતે અપરણીત હતા અને વર્ષોથી મસ્તરામ બાપા મંદિર ચીત્રામાં સેવા આપતા હતા ત્યાર બાદ દર્દીના ભાભી નયનાબેન ઠક્કર અને મસ્તરામ બાપા મંદિરમાં સેવા આપતા અન્ય ભક્તજનોને અંગદાન અંગેનુ મહત્વ સમજાવતા તેઓએ આવા સામાજીક ઉમદા કાર્ય માટે તુરંત જ સંમતિ આપી હતી ત્યાર બાદ તા:૧૧/૦૭/૨૦૨૩ના રોજ અમદાવાદથી ડોક્ટરની ટીમ દ્વારા વહેલી સવારે ૭:૦૦ વાગ્યે બન્ને કિડનીનું દાન મેળવ્યુ હતું. 

#Bhavnagar #brain-dead #Organ Donate
Here are a few more articles:
Read the Next Article