ભાવનગર: વેપારી પર હુમલો કરી રૂપિયા એક લાખની લૂંટ કરનાર 6 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

વેપારીને માર મારી રૂા.1 લાખની લૂંટ ચલાવનાર 6 આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા.

New Update
ભાવનગર: વેપારી પર હુમલો કરી રૂપિયા એક લાખની લૂંટ કરનાર 6 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ભાવનગર પોલીસે વેપારીને નિશાન બનાવી રૂપિયા એક લાખની લૂંટ ચલાવનાર 6 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

ભાવનગરમાં વેપારીને માર મારી રૂા.1 લાખની લૂંટ ચલાવનાર 6 આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. ગત તારીખ 20/10 ના રાત્રીના કિશોરભાઈ આગીચા દુકાન બંધ કરી ઘરે જતા સમયે શહેરના અટાભાઈ ચોક ખાતે છ શખ્સોએ બાઈક ભટકાડી તીક્ષ્ણ હથિયાર ના ઘા મારી એક લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.આ આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ વેપારીની રોજની હીલચાલ પર નજર રાખી રેકી કરી કરતા હતા અને મોકો જોઈને એક લાખની લૂંટ ચલાવી હતી.જોકે છ પૈકી બે આરોપી કિશોરભાઈને ત્યાં અગાઉ કામ કરેલ હોય જેનાથી કિશોરભાઈ પાસે રાત્રે સમયે મોટી રકમ લઈને ઘરે જતા હોવાનું આરોપીને ખબર હતી.અત્રે ઉલ્લેખનીય છેકે તમામ આરોપી 18 થી 22 વર્ષના હોવાનું બહાર આવ્યુ છે 

Advertisment