ભાવનગર: PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તડામાર તૈયારી, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી તૈયારીઓનું કર્યું નિરિક્ષણ

આગામી તા.૨૯ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે કરોડો રૂ.ના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે આવી રહ્યા છે

New Update
ભાવનગર: PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તડામાર તૈયારી, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી તૈયારીઓનું કર્યું નિરિક્ષણ

આગામી તા.૨૯ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે કરોડો રૂ.ના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે આવી રહ્યા છે ત્યારે કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થા બાબતે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નિરિક્ષણ કર્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫૦૦૦ કરોડ રૂ.થી વધુના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે આગામી તા. ૨૯ ના રોજ ભાવનગર આવી રહ્યા છે ત્યારે તેમના આગમન પૂર્વે સુરક્ષા અંગેની કામગીરીનું ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું હતું. હર્ષ સંઘવી કલેકટર-આઈજી-એસપી સહિતના અધિકારીઓ સાથે રોડ-શોના માર્ગ પર નિરીક્ષણ માટે પહોચ્યા હતા જ્યાં તેમની સાથે મંત્રી જીતુ વાઘાણી અને સાંસદ ભારતીબેન શિયાળ પણ જોડાયા હતા. મહિલા કોલેજ-ઘોઘા સર્કલ-રૂપાણી સર્કલ સહિતના માર્ગ પર નિરીક્ષણ કર્યું હતું અને પ્રજા વધુમાં વધુ તેમાં જોડાય શકે અને કોઈ અવરોધ ન થાય તે બાબતે કામગીરી કરવા સુચન કર્યું હતું. ત્યારબાદ તેઓ સભા સ્થળ પર પહોચ્યા હતા.આ બા સભા સ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું

Read the Next Article

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?

ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..

New Update

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. તમને જણાવી દઈએ કે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં દેડિયાપાડાના પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને પ્રાંત અધિકારી અને એમએલએ આટલા જ લોકો આવે પરંતુ આમ છતા દેડિયાપાડા તાલુકાના અન્ય ત્રણ નામો અને સાગબારા તાલુકાના બીજા ત્રણ નામો કમિટિમાં ઉમેરવાને લઇને ઘર્ષણ થયું હતું..આ દરમ્યાન ઝપાઝપી પણ થઇ હતી. જે બાદ ફરીયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને બહાર જવાની મનાઇ ફરમાવી તેમની અટકાયત કરી લેતા ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.