Connect Gujarat
ગુજરાત

ભાવનગર : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના ઘર આંગણે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જાણો સમગ્ર મામલો..!

ગુજરાતમાં જાણે આંદોલનની વણજાર થઈ હોય તેવું દેખાઈ આવે છે. શિક્ષકો, સરકારી કર્મચારીઓ, મેડિકલ સ્ટુડન્ટ, ડૉક્ટર બાદ હવે ખેડૂતોએ પણ સરકાર સામે વિરોધનો છે.

X

ગુજરાતમાં જાણે આંદોલનની વણજાર થઈ હોય તેવું દેખાઈ આવે છે. શિક્ષકો, સરકારી કર્મચારીઓ, મેડિકલ સ્ટુડન્ટ, ડૉક્ટર બાદ હવે ખેડૂતોએ પણ સરકાર સામે વિરોધનો છે. છેલ્લા 17 દિવસથી પાટનગર ખેડૂતો દ્વારા સમાન વીજદર સિંચાયના પ્રશ્ને, પશુપાલન, મહેસુલ સહિતના પ્રશ્નોને માંગણી સાથે આંદોલન ચાલી રહ્યું છે.

તે આંદોલનનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી, ત્યારે હારી-થાકીને ભારતીય કિસાન સંઘે સરકાર સામે બાંયો ચડાવી ગાંધીનગરમાં આંદોલનમા મંડાણ શરૂ કર્યા છે. કિસાન સંઘનું કહેવુ છે કે, જયાં સુધી ખેડૂતોના પ્રશ્ન નહી ઉકેલાય, ત્યાં સુધી આંદોલન જારી રહેશે. મહત્વની વાત તો એ છે કે, આંદોલનકારી ખેડૂતો સાથે સરકારે હજુ વાટાઘાટો કરવા તૈયારી જ દર્શાવી નથી, ત્યારે ભાવનગર સ્થિત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના ઘરે કિસાન સંઘના ખેડૂતોએ એકઠા થઈ વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોએ ભારે વિરોધ સાથે જણાવ્યું હતું કે, જો ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ ન લાવી શકતા હોય તો પોતાના પદ પરથી રાજીનામું આપી દો, તેવા સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

Next Story