ભાવનગર : આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાનો જન સંપર્ક, નારી ચોકડીથી નીકળી યાત્રા

ટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપની સામે આગામી ચુંટણીમાં કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ પડકાર આપશે

New Update

રાજયમાં આવતાં વર્ષે યોજાનારી વિધાનસભાની ચુંટણી પહેલાં કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન પામેલાં ગુજરાતના સાંસદોને ચારેય દિશામાં દોડાવવામાં આવી રહયાં છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ ભાવનગરમાં જન આર્શીવાદ રેલી યોજી હતી.

Advertisment

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપની સામે આગામી ચુંટણીમાં કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ પડકાર આપશે. ગુજરાતમાં ભાજપથી નારાજ વર્ગ આમ આદમી પાર્ટી તરફ વળી રહયો છે ત્યારે ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કરી દીધું છે. તાજેતરમાં થયેલાં કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તરણમાં ગુજરાતમાંથી પુરુષોત્તમ રુપાલા, મહેન્દ્ર મુંજપરા, દેવુસિંહ ચૌહાણ, દર્શના જરદોશ, મનસુખ માંડવીયાને સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રી બનેલા ગુજરાતના સાંસદોને રાજયભરમાં ભ્રમણ કરાવવામાં આવી રહયું છે. જન આર્શીવાદ યાત્રાના નેજા હેઠળ આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ ભાવનગરની નારી ચોકડીથી નિલમબાગ સુધી યાત્રા યોજી હતી. યાત્રા અગાઉ મનસુખ માંડવીયા તેમના વતનના ગામ ગારીયાધાર તાલુકાના હણોલ ગામે પહોંચ્યાં હતાં.

Advertisment