Connect Gujarat
ગુજરાત

ભાવનગર: રેલવેમાં એમ્બ્યુલન્સનો કોન્ટ્રાકટ ધરાવતા વ્યક્તિએ કર્યો આપઘાત, બિલ પાસ ન કરાતા હોવાના આક્ષેપ

ભાવનગરનો ચકચારી બનાવ, રેલવેમાં એમ્બ્યુલન્સનો કોન્ટ્રાકટ ધારવતા વ્યક્તિએ કર્યો આપઘાત.

X

ભાવનગર રેલવે વર્કશોપમાં કોન્ટ્રાકટ બેઇઝ પર પોતાની એમ્બ્યુલન્સ એવી બોલેરો કાર મૂકી ગુજરાન ચલાવતા યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા મીરાનગર,પાણીની ટાંકી વિસ્તારમાં રહેતા તુલસીરામ શ્યામજીભાઈ ડાંગીયા કે જેઓ ભાવનગર રેલવેમાં કોન્ટ્રાકટ ધરાવતા રામદેવ એન્ટરપ્રાઇઝમાંથી પોતાની પહેલા ઇક્કો અને હાલમાં બોલેરો કાર એમ્બ્યુલન્સ માસિક ફિક્સ 35000 રૂ.ના ભાડે મૂકી હતી.

પરંતુ છેલ્લા દોઢ વર્ષથી તુલસીરામ રેલવે વિભાગમાં પોતાના કરાર મુજબ રૂ.ની માંગ કરતા હતા.જ્યારે આ વિભાગ દ્વારા આજદિન સુધી એકપણ રૂ.આ સમયગાળામાં આપવામાં ન આવતા તુલસીરામ ભારે આર્થિક સંકટમાં આવી ગયા હતા. જેમાં તેમણે પોતાનું ગુજરાન ચલાવવા વ્યાજે પણ રૂપીયા લીધા હોય જે પણ સતત રૂ.ની માંગ કરતા હોય ત્યારે તુલસીરામ રેલવે વર્કશોપમાં એડમીન વિભાગમાં બીલ માટે ગયા હતા.

જ્યાં હજુ તેને કોઈ બિલ પેટે રકમ ન આપવામાં આવતા તેમણે કંટાળી જઇ આપઘાત કરવાનો નિર્ણય કરી એક સુસાઇડ નોટ લખી તેના વોટ્સએપના સ્ટેટ્સમાં મૂકી મળતી રેલવે વર્કશોપના એડમીન બિલ્ડિંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાની સાથે જ રેલ્વે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો

Next Story