ભાવનગર: જિલ્લામાં છવાયો વરસાદી માહોલ: મહુવા ખાતે ડેમ ઓવરફ્લો થતાં 10 ગામો એલર્ટ

શહેર અને જિલ્લામાં અવિરત વરસાદ, માલણ ડેમ ઓવરફ્લો થતાં 10 ગામો કરાયા એલર્ટ

New Update
નવસારી : અંબિકા નદીના કિનારે જ ઘન કચરાનો નિકાલ, લોકોના આરોગ્ય સામે જોખમ...

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસમાંથી પાણીની આવક થતાં શહેરનું ગૌરીશંકર સરોવર (બોરતળાવ) ઓવરફલો થયું છે, ભાવનગરને પીવાના પાણીની સમસ્યાથી છુટકારો અપાવવા ભાવેણાના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ ગૌરીશંકર સરોવરનું નિર્માણ કરાવ્યું હતું. હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર પંથકમાં પડી રહેલા ધોધમાર વરસાદમાં પાણીની આવક થતાં ગૌરીશંકર સરોવર છલકાઈ ગયું છે.

શહેર સહિત જિલ્લામાં વરસાદ અવિરત વરસી રહ્યો છે. ત્યારે મહુવા તાલુકાના મોટા ખુટવડા પાસે માલણ ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. માલણ ડેમના 24 દરવાજા ખોળાવમાં આવ્યા છે જેમાંથી 31317 કયુસેક પાણીનો પ્રવાહ પસાર થઇ રહ્યો છે. જોકે ડેમના દરવાજા ખોલાતા મહુવા તાલુકાના 10 ગામોને એલર્ટ કરાયા છે જ્યારે નદીના પટમાં ન જવા માટે પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

Latest Stories