Connect Gujarat
ગુજરાત

ભાવનગર : અમદાવાદ બાદ બીજા ક્રમે ગણાતી સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ કરી "નગરચર્યા"

સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા ભાવનગરના આંગણે ગુજરાતની બીજા નંબરની ગણાતી રથયાત્રાનું છેલ્લા ૩૬ વર્ષથી આયોજન કરવામાં આવે છે

X

ભાવનગરમાં સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા પરંપરા મુજબ અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 37ની ભવ્ય રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા ભાવનગરના આંગણે ગુજરાતની બીજા નંબરની ગણાતી રથયાત્રાનું છેલ્લા ૩૬ વર્ષથી આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથજીની ૩૭મી રથયાત્રા અનેકવિધ પડકારો અને સંઘર્ષોની વચ્ચે પણ દબદબાપૂર્વક નીકળી છે. સવારે 8 કલાકે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાની મૂર્તિઓની શાસ્ત્રી રશ્મીકાંત દવે અને શાસ્ત્રી કીરણ વ્યાસ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપના અને પૂજા-અર્ચના કરવામાં આવી હતી. કોરોનાના 2 વર્ષની મહામારી બાદની પરંપરાગત યોજાતી ભવ્ય રથયાત્રા દરમ્યાન ભગવાન જગન્નાથજીના પ્રત્યક્ષ દર્શન અર્થે લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં ભગવાનના પ્રસાદરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩ ટન ચણાની પ્રસાદીનું વેચાણ કરવામાં આવ્યું છે. રથયાત્રાની આગળ આગળ તાત્કાલિક રંગોળીઓ બનાવવામાં આવે છે, જેમ જેમ રથયાત્રા આગળ વધે તેમ તેમ આગળના ચોકમાં રંગોળીઓ બનાવવામાં આવતી હોય છે. જે આ રથયાત્રાની વિશિષ્ટતા બની છે. આ પ્રસંગે સંતો-મહંતો, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ મંત્રી વિભાવરી દવે, સાંસદ ભારતી શીયાળ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, મેયર કિર્તી દાણીધરીયાની સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story