Connect Gujarat
ગુજરાત

ભાવનગર : કોરોનામાં રાહત તો મચ્છરજન્ય રોગનો પગપેસારો; જાણો તંત્રએ કરી શું કરી તૈયારીઓ

ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો ચોક્કસ નોંધાયો છે પરંતુ હવે મચ્છર જન્ય રોગોએ પગપેસારો કર્યો છે.

X

ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો ચોક્કસ નોંધાયો છે પરંતુ હવે મચ્છર જન્ય રોગોએ પગપેસારો કર્યો છે. ત્યારે તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. હાલમાં શહેર-જિલ્લામાં મળીને માત્ર બેથી ત્રણ કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. પરંતુ કોરોના જવાની સાથે જ ભાવનગરમાં ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગએ પગ પેસારો કર્યો છે. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં ડેન્ગ્યુ મેલેરિયાના કેસ શહેરી વિસ્તાર કરતા ઓછા નોંધાયા છે. પરંતુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડેન્ગ્યુ મેલેરિયાના કેસો વધતા તંત્ર એલર્ટ બન્યું છે. જાન્યુઆરી માસથી અત્યાર સુધીમાં જીલ્લા વિસ્તારમાં ડેન્ગ્યુના 18 કેસ, મેલેરિયાના 44 કેસ, અને ચિકન ગુનિયાના બે કેસ નોંધાયા છે. પરંતુ જ્યારે મહાનગર પાલિકા વિસ્તારની વાત કરવામાં આવે તો ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના 37 કેસ નોંધાયા છે. જ્યારે જાન્યુઆરીથી લઈને ઓગસ્ટ સુધીમાં કુલ 76 નોંધાયા છે. શહેર-જિલ્લામાં રોગચાળો વધતા ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા કમિશનરની સુચના અનુસાર શહેરમાં જુદી-જુદી ટીમો બનાવીને ડેન્ગ્યુ મેલેરીયા રોગને દૂર કરી શકાય તે અંગે દવાનો છટકાવ કરવો, મચ્છરદાની હોય તેવા લોકોને તેમાં છાંટવાની દવા આપવી, સાથે જ જે જગ્યાઓ પર જળાશયો કે પાણી ભરાતા હોય તેવી જગ્યાઓ પર ગપ્પી ફિશ છોડીને મચ્છરનો ઉપદ્રવ દૂર થાય તે અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story