Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ઘોઘા અને સુરતના હજીરાને જોડતી રો-પેક્સ ફેરી સર્વિસનો આજથી પુનઃ પ્રારંભ...

ભારતની પ્રથમ સોલર સંચાલિત રો-પેક્સ ફેરી સર્વિસ ઘોઘા-હજીરાને જોડતી રો-પેક્સ સેવાનો આજથી પ્રારંભ

X

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઇ માર્ગે જોડતી રો-પેક્સ ફેરી સર્વિસ તકનીકી અને આર્થિક કારણોસર થોડા સમય માટે બંધ રાખવામાં આવી હતી, ત્યારે હવે ભાવનગરથી સુરતના હજીરા રો-પેક્ષ ફેરી સર્વિસનો ફરીથી પ્રારંભ કરવામાં આવ્યો છે. દરિયાઇ માર્ગે માત્ર 3 કલાકમાં સુરતના હજીરા અને ભાવનગરના ઘોઘાને જોડતી આ સુવિધાને પ્રવાસીઓ અને માલ-સામાનના પરિવહન માટે વધુ અનુકૂળ રહેશે. આ સાથે જ વોએજ એક્સપ્રેસ ઇન્ડિયા દ્વારા ભારતની પ્રથમ સોલર દ્વારા સંચાલિત રો-પેક્સ ફેરીની સેવાનો ઉપયોગ શરૂ કરાશે. રિન્યૂએબર એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપતાં આ સોલર દ્વારા સંચાલિત રો-પેક્સ ફેરી ઇંધણના ઉપયોગમાં પણ નોંધપાત્ર બચત કરશે. આ સુવિધાની પુનઃ શરૂઆત સાથે હવે પ્રવાસીઓને દિવસમાં 2 વખત હજીરા-ઘોઘા અને ઘોઘા-હજીરા વચ્ચે પ્રવાસ કરવાનો વિકલ્પ પ્રાપ્ત થયો છે.

વોએજ એક્સપ્રેસ ઘોઘાથી સવારે 9 કલાકે અને હજીરાથી સાંજે 6.30 કલાકે રવાના થશે, જ્યારે વોએજ સિમ્ફની હજીરાથી સવારે 8 વાગે અને ઘોઘાથી સાંજે 5 કલાકે પરત ફરશે. ઉલ્લેખનીય છે કે, વોએજ એક્સપ્રેસ સંપૂર્ણપણે એર કન્ડિશન્ડથી સજ્જ ફેરી સર્વિસ 3 કેફેટેરિયા, ગેમ ઝોન અને દરિયાઇ સુંદરતાનો અનુભવ માટે ટોપ ડેક જેવી સુવિધાઓ ધરાવે છે. તેમાં 180 એક્ઝિક્યુટિવ, 115 બિઝનેસ, 80 સ્લીપર, 22 વીઆઇપી લોઉન્જ, 11 કોબીન, સાથે-સાથે 70 કાર, 50 બાઇક, 25 આઇશર અને 55 ટ્રકના પરિવહનની જંગી ક્ષમતા ધરાવે છે. તો બીજી તરફ વોએજ સિમ્ફની 316 એક્ઝિક્યુટિવ, 78 બિઝનેસ, 14 વીઆઇપી લૉઉન્જ, 85 કાર, 50 બાઇક, 30 ટ્રકના પરિવહનની ક્ષમતા ધરાવે છે.

Next Story