Connect Gujarat
ગુજરાત

ભાવનગર: મહુવાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને દવાની આડઅસર,એક દર્દીના મોતથી લોકોમાં રોષ

જિલ્લાના મહુવાની સરકારી હોસ્પિટલમાં દવાના રિએક્શનને કારણે દસથી વધારે દર્દીઓની તબિયત લથડી હતી

X

ભાવનગર જિલ્લાના મહુવાની સરકારી હોસ્પિટલમાં દવાના રિએક્શનને કારણે દસથી વધારે દર્દીઓની તબિયત લથડી હતી જ્યારે 22 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

ભાવનગર જિલ્લાની મહુવા સરકારી હોસ્‍પિટલ ખાતે સામાન્ય તાવ અને ફલૂની સારવાર લેતા દર્દીઓ અચાનક દેકારો કરવા લાગ્યા હતા તેમજ દર્દીઓ બેડ પર કુદવા લાગ્યા હતા પરિસ્થિતિ એટલી ગંભીર બની કે ઘણા દર્દીઓને બાંધવાની પણ નોબત આવી હતી જ્યારે સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલમાં દોડધામ મચી હતી જ્યારે હોસ્‍પિટલના ફરજ પર ના ડોકટરે DNS પાઈનનુ રીએક્‍શન આવ્‍યું હોવાનું જણાવ્‍યું હતું અને દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.રિએક્શનમાં સપડાયેલા 22 વર્ષીય શેખ નદીમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું ત્યારે આવી બેદરકારીમાં જવાબદાર અધિકારી વિરુદ્ધ કાયદેસરની કર્યવાહી થઈ તેવી માંગ ઉઠી રહી છે

Next Story