ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે સ્પેશ્યિલ ઈન્વેસ્ટીગેશન ટીમે ડમી કાંડમાં સંડોવાયેલા વધુ એક આરોપીઓની ધડપકડ કરી છે
રાજ્યમાં તાજેતરમાં યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષા જુનીયર કલાર્કની કસોટી ને લઈને ભાવનગર તથા બોટાદ તથા અમરેલી જિલ્લાના ગામડાઓના 35થી વધુ વિદ્યાર્થીઓએ ગેરરીતિ આચરી મૂળ વિદ્યાર્થીના સ્થાને ડમી વિદ્યાર્થીઓ બેસાડી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતાં ભારે ચકચાર મચી જવા પામી હતી જેમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં 36 લોકો સામે ગુન્હો નોંધાયો હતો, ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ મામલાની તપાસ માટે 19 અધિકારીઓ અને કર્મચારીઓની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે ત્યારે આ મામલામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે