Connect Gujarat
ગુજરાત

ભાવનગર : રસ્તા પર થુંકવા અને કચરો ફેંકવા પર ઘરે જ આવી જશે ઇ- મેમો

શહેરમાં તમે રસ્તા પર થુકો છો કે પછી જાહેરમાં કચરો ફેંકો છો તો ચેતી જજો.. આવું કૃત્ય કરનારાઓ સામે મહાનગર પાલિકા કડક હાથે કાર્યવાહી કરશે

X

ભાવનગર શહેરમાં જાહેરમાં કચરો ફેંકનારા કે થુંકનારાઓ સામે મનપા કડક કાર્યવાહી કરવા જઇ રહી છે.

ભાવનગર શહેરમાં તમે રસ્તા પર થુકો છો કે પછી જાહેરમાં કચરો ફેંકો છો તો ચેતી જજો.. આવું કૃત્ય કરનારાઓ સામે મહાનગર પાલિકા કડક હાથે કાર્યવાહી કરશે અને તેમના ઘરે જ ઇ-મેમો મોકલી આપશે. અત્યાર સુધીમાં 2,500થી વધારે લોકોને મેમો મોકલી આપવામાં આવ્યાં છે. ભાવનગરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહા નગરપાલિકાનાં સોલીડ વેસ્ટ ડીપાર્ટમેન્ટ કાર્યવાહી કરી રહયું છે.અત્યાર સુધીમાં કુલ ૨૫૬૪ જેટલા કેસમાં ૧૦૫૨ જેટલા સામે કાર્યવાહી કરી દંડની વસુલાત કરવામાં આવી છે આ ઉપરાંત ૫૮૪ જેટલા લોકો સામે કોર્ટ કાયવાહી કરવામાં આવી છે.

હવે તમને બતાવીશું સિકકાની બીજી બાજુ.. ભાવનગર મહાનગરપાલિકાની કચેરીની જ વાત કરવામાં આવે તો કચેરીની દિવાલો ઉપર જ પાન અને માવાની પિચકારીઓ જોવા મળી રહી છે. પાલિકામાં આવતાં અરજદારો તથા કર્મચારીઓએ દીવાલ પર થુંકી થુંકીને દિવાલની દશા બગાડી નાંખી છે. એક તરફ શહેરમાં ગંદકી કરનારાઓને ઇ- મેમો મોકલવામાં આવી રહયાં છે ત્યારે પાલિકા પોતાની કચેરીને સ્વચ્છ અને સુઘડ રાખે તે જરૂરી છે.

Next Story