ભાવનગર : ધોરણ 10ની પરીક્ષાઓનો થયો પ્રારંભ, કલેકટરે વિધાર્થીઓનું કર્યું સ્વાગત ..

જીલ્લામાં સવારે ૧૦ કલાકે ધો.૧૦ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જેમાં બી.એમ.કોમર્સ શાળા ખાતે જીલ્લા કલેકટર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પહોચ્યા હતા.

New Update
ભાવનગર : ધોરણ 10ની પરીક્ષાઓનો થયો પ્રારંભ, કલેકટરે વિધાર્થીઓનું કર્યું સ્વાગત ..

ભાવનગર જીલ્લામાં સવારે ૧૦ કલાકે ધો.૧૦ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જેમાં બી.એમ.કોમર્સ શાળા ખાતે જીલ્લા કલેકટર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પહોચ્યા હતા.

રાજ્યભરની સાથે આજે ભાવનગર જીલ્લામાં પણ ધો.૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. ભાવનગર જીલ્લામાં ૨૨૫ પરીક્ષા કેન્દ્રો પર ધો.૧૦ ના ૪૩,૩૨૭ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૧૮,૦૨૫ તેમજ વિજ્ઞાન પ્રવાહના ૪૬૭૮ મળી કુલ ૬૬૦૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

વિધાર્થીઓને વિવિધ પરીક્ષા મથકો પર પ્રોત્સાહિત કરવા કલેકટર-ડીડીઓ-જીલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પરીક્ષાર્થીઓને ફૂલ દ્વારા આવકાર્યા હતા તો વિવિધ સંસ્થાઓ દ્વારા ચોકલેટ આપી મો મીઠું કરાવ્યું હતું. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી મુકવામાં આવ્યા છે .

Read the Next Article

ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ થશે જાહેર,શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી

જૂન-જુલાઈ 2025 દરમિયાન પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેમાં 23 જૂન, 2025થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા શરૂ થઈ હતી. જેના પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી છે.

New Update
12th Result

રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10-12ના પરિણામ જાહેર થયા બાદ પરીક્ષામાં નિષ્ફળ રહેલા પરીક્ષાર્થીઓને લઈને જૂન-જુલાઈ 2025 દરમિયાન પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેમાં 23 જૂન,2025થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા શરૂ થઈ હતી. જેના પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી છે.

શિક્ષણ મંત્રી ડો.કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા માધ્યમ'X'પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે,જૂન-જુલાઈ 2025માં યોજાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ 12 જુલાઈ,2025ના રોજ સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની વેબસાઇટgseb.orgપર પોતાનો બેઠક ક્રમાંક નાખીને પરિણામ મેળવી શકશે.