ભાવનગર: ચર્ચમાં ભગવાન ઇસુ ખ્રિસ્તના જન્મના વધામણા લેવાયા,વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

ભાવનગરમાં તારીખ 25મી ડિસેમ્બરની રાત્રિએ ભગવાન ઇસુ ખ્રિસ્તના જન્મના વધામણાં લેવામાં આવ્યા હતા.

New Update
ભાવનગર: ચર્ચમાં ભગવાન ઇસુ ખ્રિસ્તના જન્મના વધામણા લેવાયા,વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

ભાવનગરમાં તારીખ 25મી ડિસેમ્બરની રાત્રિએ ભગવાન ઇસુ ખ્રિસ્તના જન્મના વધામણાં લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

25 ડિસેમ્બર એટલે કે નાતાલ,આ પર્વની ભાવનગર શહેર અને જિલ્લાના ચર્ચમાં રોશનીની ઝાકમઝોળ અને કલાત્મક શણગાર સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પ્રભુ ઈશુ ખ્રિસ્તના જન્મના વધામણા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.રાત્રીના 12 કલાકે સંત ફ્રાન્સિસ દેવાલય સહિતના ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિશેષ પ્રાર્થના કરી હતી.પ્રભુ ઈશુ ખ્રિસ્ત એ પરમપિતાના એકમાત્ર પુત્ર કે જેમણે પાપીઓના તારણ માટે પૃથ્વી પર માનવ થઈ અવતર્યા હતા.પ્રભુ ઈશુના જન્મ વધામણાં સમયે યોજાયેલી પરમ પૂજામાં શ્રદ્ધાળુઓએ ઘંટારવ દ્વારા જન્મની ઉજવણી કરી હતી તેમજ એકબીજાને મીઠાઈ, ભેટ સોગાદો આપી આ પર્વની ઉજવણી કરી હતી.

Latest Stories