/connect-gujarat/media/post_banners/7cae2b8ffa226da822903a8bc4b58ff28e43d98ba65928d1c374ca058c8c90a6.jpg)
ભાવનગર મહાનગર પાલિકાના સભાગૃહ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં શાસક પક્ષના સભ્યો તેમજ વિરોધ પક્ષના સભ્યોના સવાલો અને વિરોધ વચ્ચે ભાવનગરના વિકાસના ૧૦ કર્યોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી
ભાવનગર શહેરમાં રોડ રસ્તા,નળ, ગટર,શૈક્ષણિક, સહિતના કાર્યોને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી મળ્યા બાદ મહાનગરપાલિકાના સભાગૃહ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં ઠરાવો મુકવામાં આવ્યા હતા.જે રજૂ થતા ભાજપના શાસક પક્ષના કોર્પોરેટ દ્વારા પોતાના વિસ્તરમાં લાંબા સમયથી પડતર પ્રશ્નને સમાવેશ નહિ કરવામાં આવતા અધિકારીઓને પ્રશ્નો પૂછી વિરોધ કર્યો હતો.જ્યારે વિરોધ પક્ષ દ્વારા ટી.પી. સકીમ, મધ્યાન ભોજન,જમીન ફાળવણી,હાઉસિંગબોર્ડની જમીન સહિતના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ ભારતનગર વિસ્તરમાં બનાવમાં આવેલ બગીચામાં હાઉસિંગ બોર્ડની મંજૂરી વગર લાખો રૂપિયાનું બાંધકામ કરવાં આવ્યુ છે તેમજ જો હાઉસિંગ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે તો આ ખર્ચો કોણ ભોગવશે તેવા સવાલો ઉઠાવ્યા હતા.