ભાવનગર : જર્જરિત ઋષભદેવ ફ્લેટનો મુખ્ય દાદર થયો ધરાશાયી, 15થી વધુ સ્થાનિકોનું રેસક્યું કરાયું...

ઘણા સમયથી જર્જરિત બને ઋષભદેવ બિલ્ડીંગનું રિપેરિંગ કામ ચાલતું હતું. આ દરમ્યાન ઋષભદેવ ફ્લેટનો મુખ્ય દાદર અચાનક ધરાશાયી થઈ તૂટી પડતાં સ્થાનિકોના જીવ પડિકે બંધાયા હતા.

New Update

ગીતા ચોક વિસ્તારમાં આવેલ ઋષભદેવ ફ્લેટની ઘટના

જર્જરિત એપાર્ટમેન્ટનો દાદર અચાનક ધરાશાયી થઈ પડ્યો

બનાવના પગલે પાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડ્યા

ફ્લેટમાં 15થી વધુ સ્થાનિકોનું ફાયર ફાઇટરોએ કર્યું રેસક્યું

કોઈ જાનહાનિ નહીં સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

ભાવનગર શહેરના ગીતા ચોક વિસ્તારમાં આવેલ ઋષભદેવ ફ્લેટમાં દાદર ધરાશાયી થતાં પાલિકાના ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી આવી સ્થાનિકોનું રેસક્યું કર્યું હતું. મળતી માહિતી અનુસારભાવનગર શહેરના ગીતા ચોક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જર્જરિત બને ઋષભદેવ બિલ્ડીંગનું રિપેરિંગ કામ ચાલતું હતું. આ દરમ્યાન ઋષભદેવ ફ્લેટનો મુખ્ય દાદર અચાનક ધરાશાયી થઈ તૂટી પડતાં સ્થાનિકોના જીવ પડિકે બંધાયા હતા.

બનાવના પગલે આસપાસના લોકોએ દોડી આવી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો બીજી તરફપૂર્વ ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચ્યા હતા.

આ તરફફ્લેટના બીજા માળનો દાદર ધરાશાયી થતા ઉપરના મળે 15થી વધુ લોકો ફસાયા હતાત્યારે પાલિકાના ફાયર ફાઇટરોએ ભારે જહેમત સાથે મહિલાઓ અને બાળકો સહિત તમામ લોકોને રેસક્યું કરી સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Read the Next Article

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?

ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..

New Update

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. તમને જણાવી દઈએ કે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં દેડિયાપાડાના પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને પ્રાંત અધિકારી અને એમએલએ આટલા જ લોકો આવે પરંતુ આમ છતા દેડિયાપાડા તાલુકાના અન્ય ત્રણ નામો અને સાગબારા તાલુકાના બીજા ત્રણ નામો કમિટિમાં ઉમેરવાને લઇને ઘર્ષણ થયું હતું..આ દરમ્યાન ઝપાઝપી પણ થઇ હતી. જે બાદ ફરીયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને બહાર જવાની મનાઇ ફરમાવી તેમની અટકાયત કરી લેતા ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.