ભાવનગર: મહાનગર પાલિકાનો સપાટો, ટ્રાફિકને અડચણરૂપ અલંગની રૂ.40 લાખની મશીનરી કરવામાં આવી જપ્ત

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી ગેરકાયદેસર દબાણો અને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે

New Update
ભાવનગર: મહાનગર પાલિકાનો સપાટો, ટ્રાફિકને અડચણરૂપ અલંગની રૂ.40 લાખની મશીનરી કરવામાં આવી જપ્ત

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી ગેરકાયદેસર દબાણો અને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે મનપા કમિશ્નરની સૂચના હેઠળ એસ્ટ વિભાગ શહેરના મોટી તળાવ વિસ્તરમાં પહોંચ્યુ હતું અને રોડ પર રહેલ અલંગના જનરેટર મોટર સહિતની લાખો રૂપિયાની મશીનરઇ જપ્ત કરી હતી.

ભાવનગર મહાનગરપાલિકા કમિશનર એન.વી.ઉપાધ્યાય દ્વારા છેલ્લા એક મહિનાથી સ્વચ્છતા, રખડતા ગૌવંશ અને ગેરકાયદેસર દબાણો દૂર કરી લોકોની મુશ્કેલીઓને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે નગરપાલિકાના કમિશનર પોતે શહેરના વિવિધ વિસ્તરોમા ગેરકાયદેસર દબાણો દૂર કરવા પહોંચતા હોય છે તેમજ ને શહેરના મોટાભાગના રોડ પર રહેલા દબાણ દૂર કરવાની સૂચના આપતા હોય છે તે અન્વયે એસ્ટેટ વિભાગ ના અધિકારી ફાલ્ગુન શાહ દ્વારા શહેરના મોતીતલાવમાં આવેલ વી.આઈ.પીના ડેલાના દબાણ દૂર કરવા પહોંચ્યા હતા જ્યાં મોટાભાગનો રસ્તા પર અલંગનો ભંગાર અને મશીનરીનો વેપાર કરતાં વેપારીઓના જનરેટર, ઇલેક્ટ્રિક મોટર, વાલ જેવી વગેરે મળી લાખો રૂપિયાની મશીનરીઓ રોડ પર જ મૂકી દેવામાં આવી હતી ત્યારે આ રસ્તાઓ ખુલ્લા કરવા માટે તમામ મશીનરીઓ જપ્ત કરી લેવામાં આવી હતી જેની અંદાજિત કિંમત ૪૦ લાખ જેવી થઈ રહી છે

Latest Stories