Connect Gujarat
ગુજરાત

ભાવનગર: માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને એસપી કચેરી ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી

ભાવનગર પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા અકસ્માત લઈને લોકોમાં જાગૃતિ આવે જે અંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

X

ભાવનગર નવાપરા એસ.પી. કચેરી ખાતે વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ નિમિત્તે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું જેમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભાવનગર નવાપરા એસ.પી. કચેરી ખાતે વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ નિમિત્તે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું. ભાવનગર પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા અકસ્માત લઈને લોકોમાં જાગૃતિ આવે જે અંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા અને અકસ્માત અંગે લોકોમાં જાગૃતિ આવે તે અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને ટ્રાફિકના નિયમો પાલન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ભાવનગર જિલ્લામાં સૌથી વધુ અકસ્માતની ઘટના ભાવનગર-અમદાવાદ શોર્ટ હાઈવે પર બનતી હોય છે. જે અંગે લોકોએ જાગૃતતા લાવવા ટ્રાફિકના નિયમો અંગે અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભ સાથે જ અધિકારીઓ સહિત તમામ લોકો દ્વારા બે મિનિટ મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ કાર્યક્રમમાં ભાવનગર એ.એસ.પી. સફીન હસન, ડીવાયએસપી ડી.ડી.ચૌધરી, ટ્રાફિક પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ અને સ્થાનિક લોકો તેમજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story