/connect-gujarat/media/post_banners/eee86acf237371bab5d598a3cc104b69dfc1a71d911949bd9051deb0e0a466ee.jpg)
ભાવનગર શહેરના વાઘવાડી રોડ વેલેન્ટાઇન સર્કલ પાસે સાત દિવસ પહેલા થયેલા અકસ્માતના સીસીટીવી વિડિઓ સામે આવ્યા છે અકસ્માતની આ ઘટનામાં ટ્રકની ટક્કરે બાઇક સવાર યુવાનનું મોત નિપજયુ હતું.
ભાવનગર શહેરના વાઘવાડી રોડ પર સાત દિવસ પહેલા અકસ્માતની ઘટના બની હતી. જે ઘટનાના સીસીટીવી વિડિઓ સામે આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ વાઘવાડી રોડ વેલેન્ટાઇન ડે સર્કલ પાસે ટ્રક ચાલકે બાઈક સવાર યુવાનને અડફેટે લીધો હતો. જેમાં યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. વાઘવાડી રોડ પર થી જઈ રહેલો ટ્રક સંસ્કાર મંડળ તરફ વળાંક લેતા સમયે બાઈક સવાર યુવાનને અડફેટે લીધો હતો. આ ઘટનામાં શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા રવિભાઈ નામના યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી ટ્રક ચલાક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે અંગેના સીસીટીવી વિડિઓ સામે આવ્યા હતા. અને પોલીસે સીસીટીવીના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.