Connect Gujarat
ગુજરાત

ભાવનગર: બિલ્ડરનું તેની જ કારમાં અપહરણ કરી રૂ.25 લાખની ખંડણી માંગવાના ગુનામાં બે આરોપીઓની ધરપકડ

અપહરકર્તા- ખંડણીખોર શખ્સોને બે બાઈક-છરી સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

X

ભાવનગર શહેરના ડોન ચોકમાં રહેતા બિલ્ડરને તેની કારમાં અપહરણ કરી છરીના ઘા ઝીંકી રૂ.૨૫ લાખની ખંડણી અથવા પત્નીના દાગીના માંગ્યા હતા જે આરોપીને સીસીટીવી કેમેરા,એલસીબી-એસઓજીની મદદથી ગણતરીની કલાકોમાં જ અપહરકર્તા- ખંડણીખોર શખ્સોને બે બાઈક-છરી સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભાવનગર શહેરમાં ડોન ચોકમાં રહેતા હિતેષભાઈ ઘોઘારી ગત મંગળવારે સિદસર રોડ પર ચંદ્રવિહાર નામની કન્ટ્રક્શન સાઈટ પર ગયા બાદ સાંજે પોતાની કાર લઈને સંસ્કાર મંડળથી રૂપાણી સર્કલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કારથી બાઈક સાથે અકસ્માત થતાં છોકરાનો પગ ભાંગી ગયો હોય હોસ્પિટલ જવું પડશે તેવી સ્ટોરી બનાવી બે બાઈકમાં આવેલા ચાર શખ્સે હિતેષભાઈનું તેમની જ કારમાં અપહરણ કરી હાથ અને પગના ભાગે છરીના ઘા અને મારકુટ કર્યા બાદ અપહરકર્તાઓ તેઓને રૂવા ગામ તરફ અંધારામાં લઈ ગયા હતા. જ્યાં તેમની પાસે ૨૫ લાખ અથવા પત્નીના સોનાના દાગીનાની ખંડણી માંગી હતી.

ત્યારબાદ દિવાનપરા રોડથી મામાકોઠા થઈ કણબીવાડમાં જઈ ખંડણીની રકમમાંથી રાત્રે ૧૦ લાખ આપવાની બોલી અને પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાંખવામાં આવશે તેવી ધમકી આપી બિલ્ડરને તેમની કાર સાથે છોડી મુક્યાં હતા. આ બનાવ અંગે હિતેષભાઈ ઘોઘારીએ ચાર અજાણ્યા અપહરકર્તાઓ સામે ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ એસ.પી., સિટી ડિવાયએસપીની સુચના અને માર્ગદર્શન હેઠળ શહેરની ત્રીજી આંખ સમાન નેત્રના કેમેરા, ટેકનિકલ ટીમ અને એલસીબી- એસઓજીની મદદથી અપહરકર્તાઓની ઓળખ કરી લેવાયા બાદ શહેરના સુભાષનગર, મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા ધર્મેન્દ્ર વાઘેલા, ભાર્ગવ ગોડિયા નિર્મલનગરમાં રહેતા કેતન સોલંકી અને કાયદાના સંઘર્ષમાં આવેલો એક બાળ કિશોર સહિત ચાર અપહરણકર્તાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Next Story