Connect Gujarat
ગુજરાત

ભાવનગર : RTOમાં ટુ-વ્હીલર લાઇસન્સની પ્રક્રિયા સંપૂર્ણ બંધ હાલતમાં, અનેક અરજદારો પરેશાન..!

ભાવનગર RTO કચેરીમાં છેલ્લા 5 દિવસથી ટુ-વ્હીલર માટેના લાઇસન્સની પ્રક્રિયા સંપૂર્ણ બંધ હાલતમાં છે.

X

ભાવનગર RTO કચેરીમાં છેલ્લા 5 દિવસથી ટુ-વ્હીલર માટેના લાઇસન્સની પ્રક્રિયા સંપૂર્ણ બંધ હાલતમાં છે. જેને પગલે લાઇસન્સ કઢાવનાર અરજદારોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે. જોકે RTO વિભાગ કહે છે કે, SMS મારફત અરજદારોને જાણ કરવામાં આવી રહી છે.

ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં છેલ્લા 5 દિવસથી સર્વરમાં આવેલી એરરના પગલે લાઇસન્સની પ્રક્રિયા સંપૂર્ણ બંધ હાલતમાં છે. આઠડો પાર કરીને ટુ-વ્હીલરનું લાઇસન્સ કઢાવતા અરજદારોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે. અરજદારોને પગલે RTO અધિકારીએ જણાવ્યું હતું કે, રોજના 80થી 100 જેટલી એપોઇન્ટમેન્ટ આવતી હોય છે. પરંતુ એરરના પગલે કામગીરી બંધ છે, જેથી અમે SMS મારફત અરજદારોને જાણ કરવામાં આવી રહી છે. જોકે, આજે શુક્રવારે છેલ્લો દિવસ છે. એટલે કે, આવતીકાલથી સર્વર શરૂ થઈ શકે છે, અને ટુ-વ્હીલર લાઇસન્સની પ્રક્રિયાનો પ્રારંભ પણ થવાની વાત હાલ અધિકારીએ કરી છે.

Next Story