ભાવનગર: આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં તેમના વતન ખાતે માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ યોજાયો

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયા હાલ તેમના બે દિવસના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર છે

New Update
ભાવનગર: આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં તેમના વતન ખાતે માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ યોજાયો

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયા હાલ તેમના બે દિવસના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર છે ત્યારે બીજા દિવસે તેમના વતન હણોલ ખાતે "મારી માટી મારો દેશ" "માટીને નમન વીરોને વંદન" કાર્યક્રમ યોજાયો હતો.

દેશ જયારે આઝાદીના અમૃતકાળમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત કરવાના અવસર એવા "મારી માટી મારો દેશ" "માટીને નમન વીરોને વંદન" કાર્યક્રમ પાલિતાણાના હણોલ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં હણોલ ગામની શેરીઓમાં મંત્રીએ ફરી અને માટી તેમજ કળશ એકત્રિત કર્યા હતા. તેમજ ગ્રામજનોએ માટી હાથમાં રાખી પંચપ્રાણ પ્રતીજ્ઞા લીધી હતી. જયારે શાળાની વિદ્યાર્થીનીઓ પણ ભારતમાતા સહિતના વિવિધ રૂપોમાં સજ્જ થઇ આ કાર્યક્રમમાં જોડાઈ હતી.