Connect Gujarat
ગુજરાત

ભાવનગર:વરતેજ પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, ટેન્કરના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ

ભાવનગરની વરટેજ પોલીસે વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડી ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

X

ભાવનગરની વરટેજ પોલીસે વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડી ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભાવનગર પોલીસે નારી ચોકડી પાસે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી અમદાવાદ તરફથી આવી રહેલા ઓઈલ ટેન્કરને ઝડપી પાડી તેના ટાંકાની તલાથી લેતા તેમાંથી વિદેશી દારૂની ૧૦,૫૩૬ બોટલ અને બિયરના ૧૮૭૨ ટીન મળી આવતા ટેન્કર સાથે ડ્રાંઇવર-ક્લીનરને ઝડપી લઇ તમામ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચાલક સહીત બે રાજસ્થાનના શખ્સની અટકાયત કરી ઓઈલ ટેન્કરની તલાશી લેતા તેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવી રખાયેલો જોવા મળતા ઓઈલ ટેન્કરને વરતેજ પોલીસ મથક લઈ જવામાં આવ્યુ હતુ. જ્યાં ટેન્કરની તલાસી લેવામાં આવતા તેમાંથી વિદેશી દારૂની કુલ ૮૭૮ પેટી બોટલ નંગ ૧૦,૫૩૬ તેમજ બિયરની ૭૮ પેટી ટીન નંગ ૧૮૭૨ મળી આવ્યા હતા. વરતેજ પોલીસે વિદેશી દારૂ કિંમત રૂપિયા ૩૩,૩૬,૦૦૦, બિયર ટીન જેની કિંમત રૂપિયા ૧,૮૭,૨૦૦ તેમજ બે મોબાઈલ રૂપિયા ૮૦૦૦ અને રોકડ રકમ રૂપિયા ૫૦૦૦ સહીત કુલ રૂપિયા ૪૫,૩૬,૨૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Next Story