ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગ શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ગણપતિ, મોર, ઓમ આકાર સહિતની અવનવી પેટર્ન વાળી રાખડીઓ બનાવવામાં આવી છે.ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગ શાળા ખાતે પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા આગામી રક્ષાબંધનના તહેવારને લઈને અવનવી અને કલાત્મક રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનના પવિત્ર પર્વનું વિશિષ્ટ મહત્વ રહ્યું છે.
તેથી જ પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા ગણપતિ, મોર, ઓમ આકાર, ચેક્સ તથા ચોરસ સહિતની અવનવી પેટર્ન વાળી રાખડીઓ વિદ્યાર્થીનીઓ બનાવમાં આવી છે, અંધ ઉધોગ શાળા ખાતે એવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે જે નોર્મલ નથી હોતા અને આ વિદ્યાર્થીઓને એક વર્ષથી 18 વર્ષ સુધી શાળા ખાતે વિનામૂલ્યે અભ્યાસ સાથે વિવિધ પ્રવૃત્તિઓ પણ શીખવાડવામાં આવે છે. બાળકોની શાળા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા તહેવારો મુજબ વિવિધ વસ્તુઓ પોતાના હસ્તે બનાવવાનું શીખવાડવામાં આવે છે.
શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ભાવનગરનાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા અનેક હેન્ડીક્રાફટની ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવે છે જેમાં માટીનાં ગરબા, કોડિયા, તોરણ, મીણબત્તી, અગરબત્તી ઉપરાંત ચાલુ વર્ષે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા રૂ. ૫ થી ૪૦ સુધીની કિંમતની કલાત્મક રાખડીઓ તજજ્ઞના માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવી છે. રાખડી બનાવવા માટે અલગ અલગ મટીરીયલ જેમાં પેન્ડલ, દોરી, મોતી વગેરે જુદા જુદા સ્થળેથી એકત્ર કરી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ રાખડી બનાવે છે.
રાખડી બનાવવાનો હેતુ ભવિષ્યમાં પોતે પગભર થઇ સમાજમાં પ્રસ્થાપિત થઇ શકે તેવો છે.રાખડીઓ ખરીદવા માટે વિદ્યાનગર ખાતે આવેલ કૃષણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તેમજ બહારગામ માટે ઓર્ડર પણ લેવામાં આવે છે. કુરિયર દ્વારા પણ સંસ્થા મોકલી આપે છે.