Connect Gujarat
ગુજરાત

ભુજ : નરનારાયણ દેવ પાટોત્સવમાં લંડન ભાવિકો દ્વારા ફ્રૂટ સેવા, હજારો દેશ વિદેશના હરિભક્તો સેવામાં જોડાયા

ભુજ : નરનારાયણ દેવ પાટોત્સવમાં લંડન ભાવિકો દ્વારા ફ્રૂટ સેવા, હજારો દેશ વિદેશના હરિભક્તો સેવામાં જોડાયા
X

અમદાવાદ કાલુપુર હસ્તકના ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત નરનારાયણ દેવના પાટોત્સવ પ્રસંગે મૂળ રામપર વેકરાના અને હાલમાં લંડન રહેતા હિરજી વાલજી હીરાણી વર્ષોથી લંડનમાં ફ્રૂટના વ્યવસાય સાથે સંકળાયેલા છે,તેઓ દ્વારા આ મહોત્સવમાં ગરમીમાં રક્ષણ મળે તે માટે દરરોજ ફ્રૂટ,જ્યુસ સેવા આપવામાં આવી રહી છે. દરરોજ 20 ટન તરબૂચ, 20 ટન સક્કરટેટી, 20 ટન શેરડીનો ઉપયોગ કરવામાં આવે છે.

હરિભક્તોને ફ્રૂટ ડીશ તૈયાર કરીને આપવામાં આવે છે તેમજ સ્વાસ્થ વર્ધક શેરડી જ્યુસ આપવામાં આવે છે, 300 કાર્યકર ભાઈ,બહેનો શુધ્ધ પાણીમાં ફ્રૂટ ધોઈને પછી જ ઉપયોગ કરવામાં આવે છે. આ સેવાનો લાભ લાખો હરિભક્તો ઉત્સવ દરમિયાન લઈ રહ્યા છે. એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ફ્રૂટ ,જ્યુસની સેવા ખરેખર લોકો માટે એક આર્શીવાદ સમાન છે. ધોમધખતા તાપમાં આ સેવા ખરેખર આવકારદાયક છે

Next Story