/connect-gujarat/media/post_banners/6f4f50b768040e23cf4ce87c997b1f92b2461b97e47b77f1096d198251af1613.jpg)
ગુજરાતનાં મુખ્યપ્રધાન નિયુક્ત થયા બાદ આજે ભુપેન્દ્ર પટેલના કાર્યનો આજે બીજો દિવસ છે ત્યારે સવારના સમયે તેઓએ લોકો સાથે મુલાકાત કરી હતી.
ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રીના કાર્યનો આજે દિવસ છે ત્યારે સવારથી જ તેમના નિવાસ સ્થાને કનેક્ટ ગુજરાતની ટીમ પહોંચી હતી. સવારથી ત્યાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.
સવાર થી જ તેમને મળવા માટે તેમના ઘરની બહાર રાહ જોઈ રહયા હતા. તેમના નિવાસ સ્થાને આવેલા લોકોને એ જ રીતે પહેલા ધારાસભ્ય હતા અને લોકોને મળતા હતા તેજ પ્રમાણે લોકોને મળે છે અને આવકારે છે. આજે મુખ્યમંત્રી સૌરાષ્ટ્રમાં જે પૂર આવ્યું છે તે વિસ્તારોની હવાઈ નિરીક્ષણ કરશે અને સમગ્ર ચિતાર પણ મેળવશે.
સવારે મુખ્યમંત્ર નો કાફલો તેમના નિવાસ્થાને આવ્યા બાદ તેમની સિક્યોરિટીને લઈને તમામ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ડોગ સ્કોર્ડ અને બોમ્બ સ્કોર્ડ દ્વારા ગાડીઓ ચેક કરવામાં આવી.પોલીસ બંદોબસ્ત પણ તેમના નિવાસ્થાને ગોઠવી દેવામાં આવ્યો છે.