શિક્ષકોને લઈ મોટા સમચાર, પ્રથમવાર HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેરબદલી ઓફલાઈન કેમ્પનું કરાયું આયોજન

રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને લઈ મોટા સમચાર સામે આવ્યા છે. રાજ્યમાં પ્રથમવાર HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી ઓફલાઈન કેમ્પનું આયોજન કરવામાં આવશે.

New Update
teacher
Advertisment

રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને લઈ મોટા સમચાર સામે આવ્યા છે. રાજ્યમાં પ્રથમવાર HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી ઓફલાઈન કેમ્પનું આયોજન કરવામાં આવશે. તારીખ 01-01-2025થી તારીખ 07-01-2025 સુધી ઓફલાઈન કેમ્પનું આયોજન કરાશે.   

Advertisment

 HTAT મુખ્ય શિક્ષક દ્વારા કરવામાં આવેલી અરજીઓની ચકાસણી કરી માન્ય-અમાન્ય કારણ સહિત જિલ્લા કક્ષાએ 10-01-2025 સુધીમાં રજૂ કરવાની રહેશે.

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોતાના એક્સ પર આ અંગે પોસ્ટ કરી જાણકારી આપી છે. નવુ વર્ષ શરુ થાય તે પહેલા જ શિક્ષકો માટે આ સારા સમાચાર છે.   

જ્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલી માન્ય-અમાન્ય અરજીઓની ચકાસણી કરી લેખિત કારણ સહિત અરજદારને જાણ કરવા માટેનો સમય 16-01-2025 રાખવામાં આવ્યો છે.  

HTAT મુખ્ય શિક્ષક દ્વારા કરવામાં આવેલી તમામ અરજી તમામ આધાર પુરાવા સહિત મંજૂર કરવાપાત્ર અરજીઓની જિલ્લાવાર તૈયારી કરી અસલ અરજી સંબંધિત જિલ્લાઓને રૂબરૂ આપવા માટે 17-01-2025 તારીખ રાખવામાં આવી છે. 

Latest Stories