Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસને રામ રામ કહીને ભાજપમાં આવેલા 14 નેતાઓને પણ ભાજપે ટિકિટ આપી, વાંચો આ રહ્યા નામ...

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાની સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે.

કોંગ્રેસને રામ રામ કહીને ભાજપમાં આવેલા 14 નેતાઓને પણ ભાજપે ટિકિટ આપી, વાંચો આ રહ્યા નામ...
X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાની સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. ભાજપે મોટાભાગના MLAને રિપીટ કર્યા, તો અનેક દિગ્ગજોના પત્તા કાપ્યા છે. પરંતું આ યાદીમાં આંખે ઊડીને વળગે તેવી બાબત એ છે કે, કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા નેતાઓને પણ ભાજપે ટિકિટ આપી છે.

ભાજપે જાહેર કરેલ પ્રથમ યાદીમાં સૌથી મોટી લોટરી હાર્દિક પટેલને લાગી છે. હાર્દિક પટેલને વિરમગામથી ટિકિટ આપી છે. કોંગ્રેસને રામ રામ કહીને ભાજપમાં આવેલા 14 નેતાઓને પણ ભાજપે ટિકિટ આપી છે. કુંવરજી બાવળિયા, હાર્દિક પટેલ, ભગા બારડ સહિત 14 નેતાઓને આપેલું વચન ભાજપે નિભાવ્યું છે. કોંગ્રેસમાંથી આવીને મંત્રી બનેલા બ્રિજેશ મેરજાનું પત્તુ વિધાનસભાની ચૂંટણીમાં કપાયું છે. મોરબી દુર્ઘટના બાદ બ્રિજેશ મેરજા પર માછલાં ધોવાયા છે. તો બીજી તરફ, આ દુર્ઘટના બાદ તરત મદદે દોડી ગયેલા અને લોકોના મસીહા બનેલા કાંતિ અમૃતિયા પર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. ભાજપે અનેક જૂના જોગીઓના પત્તા કાપ્યા છે. ભાજપે પોતાના જ નેતાઓના પત્તા કાપ્યા હોય તેવામાં હકુભા જાડેજા, સૌરભ પટેલ, મધુ શ્રીવાસ્તવ, હિતુ કનોડિયાનો સમાવેશ થાય છે. તો મધુ શ્રીવાસ્તવની દબંગગીરી પણ ન ચાલી હોવાનું કહી શકાય છે.

Next Story