ગાંધી ટોપી પર છેડાયો રાજકીય વિવાદ; ભાજપ – કોંગ્રેસ આવ્યા આમને સામને
ગાંધી ટોપી પર રાજકીય વિવાદ; ભાજપ કોંગ્રેસ આમને સામને, ગાંધીજી ક્યારેય ગાંધી ટોપી પહેરતા ન હતા: રત્નાકર પાંડે.
ગુજરાતમાં આજકાલ ટોપી પર રાજકીય વિવાદ ચાલી રહ્યો છે.. એક તરફ ભાજપના નેતાઓ કહે છે કે ગાંધીજી ક્યારેય ગાંધી ટોપી પહેરતા ન હતા.... ત્યારે કોંગ્રેસ પણ પ્રતિક્રિયા આપતા કહે છે કે ભાજપ પહેલા ઇતિહાસ વાંચે.
ગુજરાતમાં આ દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગાંધી ટોપીને લઈને રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પાંડેના ટ્વીટ બાદ આ મામલે રાજકીય વિવાદ શરૂ થયો હતો. રત્નાકર પાંડેએ ટ્વીટ કર્યું કે, કોંગ્રેસીઓએ બધી વાતોમાં ટોપી પહેરાવી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પહેરવામાં આવતી સફેદ ટોપી જે ગાંધીજીએ ક્યારેય પહેરી ન હતી, જોકે ગુજરાત કે મહારાષ્ટ્ર સાથે ક્યારેય કોઈ સંબંધ નહોતો તેવા નેહરુજી હંમેશા આ ટોપી પહેરતા હતા, પરંતુ આ ટોપીને કહેવાય છે ગાંધી ટોપી.
ભાજપના નેતા રત્નાકર પાંડેના આ ટ્વિટ બાદ ગુજરાત કોંગ્રેસ પણ રોષે ભરાઈ છે અને આ મુદ્દે પ્રતિક્રિયાઑ આપી છે. ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ રત્નાકર પાંડેની ટ્વીટનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, તે ગુજરાતીઓનું અપમાન છે. તેમને માફી માંગવી જોઈએ..
અર્જુન મોઢવાડિયાના આ ટ્વીટ બાદ ભાજપના નેતા રત્નાકર પાંડેએ તેમનું ટ્વીટ ડિલીટ કરી દીધું. પરંતુ આ મુદ્દે રાજકારણ ગરમાયું અને ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ રત્નાકર પાંડેના સમર્થનમાં આવ્યા. રત્નાકર પાંડેને ટેકો આપતા નિતિન પટેલે કહ્યું હતું કે, "કોઈને ક્યારેય એવું ચિત્ર મળ્યું નથી કે જેમાં ગાંધીજીને 'ગાંધી ટોપી' પહેરેલા જોઈ શકાય. મેં પણ આવું ચિત્ર ક્યારેય જોયું નથી. આવી સ્થિતિમાં રત્નાકરે જે કહ્યું તે સાચું છે."
જોકે, ડેપ્યુટી સીએમ પટેલના નિવેદન બાદ અર્જુન મોઢવાડિયાએ ફરી એકવાર તેમના પર હુમલો કર્યો હતો. તેમણે નાયબ મુખ્યમંત્રીને ટ્વીટ કરીને ઇતિહાસ વાંચવાની સલાહ આપી હતી. મોઢવાડિયાએ લખ્યું, "થોડો ઇતિહાસ પણ વાંચો. તમારા પૂર્વજોના ફોટા પણ જુઓ, તેઓ ગાંધી ટોપી પણ પહેરતા હતા. ભારતની મુલાકાત દરમિયાન દેશની ગરીબી જોઈ. બાપુએ ધોતી સિવાય બીજું કંઈ ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તે ત્યાગ અને બલિદાનની વાત છે, તમને નહીં સમજાય."https://youtu.be/y8dRQp0oGCc
ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTવડોદરાના સાવલીમાંથી ઝડપાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં ભરૂચનું...
17 Aug 2022 12:45 PM GMTભરૂચ : નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરીનો ભેદ...
16 Aug 2022 10:16 AM GMTભરૂચ: નર્મદા મૈયા બ્રિજ કે ગોલ્ડનબ્રિજ પર ફોટોગ્રાફી કરાવવા તમારું...
18 Aug 2022 4:48 PM GMT
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ કે ગોલ્ડનબ્રિજ પર ફોટોગ્રાફી કરાવવા તમારું...
18 Aug 2022 4:48 PM GMTસુરત: મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચારનાર નરાધમની પોલીસે કરી ધરપકડ,જુઓ...
18 Aug 2022 1:47 PM GMTજુનાગઢ: ઓજતનો પાળો તૂટતા ઘેડ પંથક જળબંબાકાર,ખેડૂતોને રાતા પાણીએ રોવાનો...
18 Aug 2022 1:16 PM GMTસુરત: શાળામાં ચાલુ શિક્ષણકાર્ય દરમ્યાન શિક્ષિકા ધૂણી રહ્યા હોવાનો...
18 Aug 2022 12:37 PM GMTભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 7 હોદ્દેદારોના રાજીનામા, જગદીશ...
18 Aug 2022 12:21 PM GMT