Connect Gujarat
ગુજરાત

વિધાનસભા સત્ર પહેલા ભાજપે પાડ્યો મોટો ખેલ, 3 અપક્ષ ભાજપના સમર્થનમાં

ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આજે બાયડ, વાઘોડિયા અને ધાનેરાના અપક્ષ ધારાસભ્ય ભાજપને સમર્થન જાહેર કર્યું છે

વિધાનસભા સત્ર પહેલા ભાજપે પાડ્યો મોટો ખેલ, 3 અપક્ષ ભાજપના સમર્થનમાં
X

ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આજે બાયડ, વાઘોડિયા અને ધાનેરાના અપક્ષ ધારાસભ્ય ભાજપને સમર્થન જાહેર કર્યું છે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ની સાથે મુલાકાત કર્યા બાદ ત્રણેય અપક્ષ ધારાસભ્ય ભાજપને સમર્થન આપ્યું આ ત્રણેય નેતા ભાજપી છે, તેઓને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં ન આવતા અપક્ષ ચૂંટણી લડ્યા હતા.

બાયડ બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા ધવલસિંહ ઝાલાએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. જ્યારે વાઘોડિયા થી જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધાનેરા થી જીતેલા માવજી દેસાઈ પણ ભાજપને ટેકો જાહેર કર્યો છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પર ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી હતી. જેના પગલે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઝંપલાવ્યું હતું. કોંગ્રેસમાંથી સત્યજીત ગાયકવાડ ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ અપક્ષ લડ્યા હતા. જેના પગલે મતો વહેંચ્યા હતા જેનો ફાયદો અપક્ષ ઉમેદવાર ને થયો હતો અને ધમેન્દ્ર સિંહ વાઘેલા 77,905 મતે વિજય થયા હતા. ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલને 63,899 મતો મળ્યા હતા. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં અરવલ્લી બાયડ બેઠક ઉપર ધવલસિંહ ઝાલા ની જીત થઈ હતી. મહત્વનું છે કે, ભાજપે તેમની ટિકિટ કાપતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અરવલ્લી જિલ્લા ની બાયડ વિધાનસભા બેઠક પર આ વખતે ખરાખરીનો જંગ ખેલાયો હતો. કારણ કે ભાજપે ધવલસિંહ ઝાલા નું પત્તુ કાપીને આ બેઠક પર ભીખીબેન પરમારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દીકરા મહેન્દ્રસિંહ વાઘેલા ને ટિકિટ આપી હતી. ગુજરાતમાં સત્તા મેળવવા માટે તનતોડ મહેનત કરી રહેલી અને પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીએ ચુનીભાઈ પટેલ મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ તમામને હરાવી દીધા હતા

Next Story