/connect-gujarat/media/media_files/2026/02/17/nitin-nabi-gujarat-2026-02-17-13-51-24.jpg)
બિહાર પ્રદેશ યુવા અધ્યક્ષથી લઈને બિહારમાં મંત્રીપદ સુધીની સફર કરનાર નબીન હાલ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પાર્ટીને નેતૃત્વ આપી રહ્યા છે, ત્યારે ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આગામી તા. 20, 21 અને 22 ફેબ્રુઆરી-2026’ દરમિયાન 3 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
ભાજપના સૌથી નાની વયના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઓળખાતા નીતિન નબીન 3 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેઓન આ પ્રવાસને લઈને સંગઠનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંગઠન દ્વારા તેઓના આગમન અને ભવ્ય સ્વાગત માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપને પાર્ટી વિથ ડિફરન્સ તરીકે ઓળખાવવામાં આવે છે, અને મહેસાણા-વડનગરનો સામાન્ય કાર્યકર પણ દેશનો વડાપ્રધાન બની શકે તેવો ઉદાહરણ ભાજપે પૂરું પાડ્યું છે, તેવી પ્રતિક્રિયા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આપી હતી.
નીતિન નબીનના 3 દિવસના કાર્યક્રમો...
તા. 20 ફેબ્રુઆરી: સ્વાગતથી બજેટ મીટ સુધી...
તા. 20 ફેબ્રુઆરીએ બપોરે 12:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ સ્વાગત કાર્યક્રમ યોજાશે. બપોરે ૩:૩૦ વાગ્યે GSC બેંક ખાતે ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક યોજાશે, અને સાંજે 5:30 વાગ્યે ગાંધીનગર ખાતે બજેટ મીટમાં સંવાદ કાર્યક્રમમાં તેઓ સહભાગી થશે.
તા. 21 ફેબ્રુઆરી: ધાર્મિક દર્શનથી યુવા સંવાદ...
તા. 21મી ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે અમદાવાદના અટલબ્રિજ પર મોર્નિંગ વોક કરશે. ત્યારબાદ 8:45 વાગ્યે ભદ્રકાળી માતાના મંદિર ખાતે દર્શન કરશે. સવારે 11 વાગ્યે કમલમ ખાતે પદાધિકારીઓ અને હોદ્દેદારો સાથે બેઠક યોજાશે. બપોરે 2 વાગ્યે સોશિયલ મીડિયા ટીમ સાથે સંવાદ કરશે. સાંજે 4 વાગ્યે ગિફ્ટ સિટીમાં યોજાનાર 'યંગ વોઈસ સમિટ'માં યુવાઓને સંબોધિત કરશે, અને 5:30 વાગ્યે GMDC ખાતે બૂથ સ્તરના કાર્યકરો સાથે બેઠક કરશે.
તા. 22 ફેબ્રુઆરી : મન કી બાત અને દિલ્હી પ્રસ્થાન...
તા. 22મી ફેબ્રુઆરીએ ડેરિટેજ ખાડિયા ખાતે પ્રધાનમંત્રીના 'મન કી બાત' કાર્યક્રમનું શ્રવણ કરશે, અને બપોરે 12:30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. આ 3 દિવસીય પ્રવાસ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકરોમાં નવી ઉર્જા ભરવાનો પ્રયાસ કરવામાં આવશે.