Connect Gujarat
ગુજરાત

ભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટ માટે મુરતિયાનો રાફડો ફાટ્યો,વાંચો કોણે ક્યાથી દાવેદારી નોંધાવી

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેવાંમાં આજથી ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટ માટે મુરતિયાનો રાફડો ફાટ્યો,વાંચો કોણે ક્યાથી દાવેદારી નોંધાવી
X

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેવાંમાં આજથી ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટ વાચ્છુકોનો રાફડો ફાટ્યો હોવાની સ્થિતિ બની છે. વિગતો મુજબ એક બેઠક ઉપર સરેરાશ 20-20 દાવેદારો જોવા મળ્યા છે. આજે અમદાવાદના શાહીબાગ ખાતે ચાર બેઠકો માટે સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં નરોડા, અસરવા, દાણીલીમડા અને દરિયાપુર બેઠક માટે સેન્સ લેવાઈ છે.

અસારવા વિધાનસભા:-

અસારવા બેઠક પ્રદીપ પરમાર દાવેદારી કરી રહ્યા છે. આ સાથે પૂર્વ શહેર મહામંત્રી જગદીશ પરમાર, SC મોરચા પ્રમુખ ભદ્રેશ મકવાણા, અશોત સુતરિયા, પ્રવક્તા અશ્વિન બેંકર, નરેશ ચાવડાની પણ દાવેદારી સામે આવી છે.

વેજલપુર વિધાનસભા:-

અમદાવાદ વેજલપુર વિધાનસભા માટે સૌથી વધારે નેતાઓએ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું નામ આગળ કર્યું છે. તો વળી કેટલાક નેતાઓએ AMC સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ તો કેટલાક નેતાઓએ પ્રદેશ મંત્રી અમિત ઠાકરનું નામ આગળ કર્યું છે. ચાલુ ધારાસભ્ય કિશોર ચૌહાણે પણ સમર્થકો પાસે પોતાનું સેન્સ અપાવ્યું હોવાનું સામે આવ્યું છે.

ધોળકા વિધાનસભા:-

અમદાવાદ જિલ્લાની ધોળકા વિધાનસભા બેઠક પર ભુપેન્દ્રસિંહ ચુડાસમાને જો પાર્ટી રિપીટ ના કરે તો પણ અન્ય કેટલાક નામો સામે આવ્યા છે. જેમાં અમદાવાદ જિલ્લાના ઉપપ્રમુખ અને કોળી સમુદાયના રમેશ મકવાણા, પૂર્વ તાલુકા પ્રમુખ કેતુલ પટેલ, કિરીટસિંહ ડાભી અને APMC ધોળકાના ચેરમેન પ્રવિણસિંહ ડાભીએ પણ દાવેદારી કરી રહ્યા છે.

બોટાદ, ગઢડા બેઠકને લઈ 3 નિરિક્ષકોની ટીમ સાથે સેન્સ પ્રક્રિયા થઈ હતી જેમાં. બોટાદ બેઠક પર 12થી વધુ તો ગઢડા બેઠક પર 15થી 20 સંભવિત દાવેદારો છે. જેમાં કુબેરભાઈ ડિડોર, ઈશ્વરભાઈ પરમાર, નિરુબેન કામબલિયા નિરીક્ષક છે. જ્યારે પોપટભાઈ અવૈયા, મહામંત્રી જિલ્લા ભાજપ જીવરાજ ભાઈ ચૌહાણ, પૂર્વ ડેપ્યુટી મેયર વડોદરા શશીકાંત દાવેદાર છે.

પારડી બેઠક:-

વલસાડ જિલ્લામાં પારડી બેઠક પર 2017માં કોંગ્રેસના ઉમેદવાર ભરત પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈના સમર્થનમાં આવ્યા છે. ગત ચૂંટણીમાં ભરત પટેલ, કનુભાઈ દેસાઈના હરીફ ઉમેદવાર હતા.

નવસારી બેઠક:-

નવસારીમાં ગણદેવી અને જલાલપોર વિધાનસભા બેઠક મહત્વની છે. આજે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ સમર્થકો સાથે પહોંચ્યા હતા. આવતીકાલે અન્ય બે બેઠકો માટે સેન્સ પ્રક્રિયા થશે. નવસારી અને વાસંદા બેઠક માટે આવતીકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે.

સુરત બેઠક:-

સુરત શહેરની 12 પૈકી 6 બેઠકો માટે દાવેદારોને આજે સાંભળવામાં આવ્યા હતા. 10થી 1 વાગ્યા સુધી વરાછા, ઉધના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી જેમાં આજે વરાછા માટે 15, ઉધના માટે 17 દાવેદારો નોંધાયા છે. જોકે હવે બીજા રાઉન્ડમાં મજુરા, કરંજ બેઠક માટે કવાયત હાથ ધરાશે.

વલસાડમાં 3 બેઠકોમાં કપરાડાના ધારાસભ્ય સામે 3 દાવેદારોએ ટિકિટ માગી છે. જેમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન, કપરાડા APMCના ચેરમેન, કપરાડા પૂર્વ ધારાસભ્ય મુકેશ પટેલે પણ ટિકિટ માગી છે. પાણી પુરવઠા મંત્રીના ગઢ વલસાડ ખાતે 3 વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં ગુલાબ રાઉત વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન, માધુ રાઉત કપરાડાના પૂર્વ ધારાસભ્ય અને મુકેશ પટેલ કપરાડા એપીએમસીના ચેરમેને પણ ટિકિટ માગી છે.

ડાંગ બેઠક:-

ડાંગમાં પણ વિધાનસભાના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયામાં 10થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર બેઠકમાં હાજર રહ્યા છે. સુરત પ્રભારી અને પૂર્વ મેયર પણ રહ્યા ઉપસ્થિત રહ્યા છે. હાલ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ છે.

ખેરાલુ બેઠક:-

મહેસાણામાં ખેરાલુ બેઠક માટે જયરાજસિંહની દાવેદારી સામે આવી છે. વિસનગર,વિજાપુર અને ખેરાલુની સેન્સ પ્રક્રિયા થઈ હતી સાથે જયરાજ સિંહે કહ્યું હતું કે, પાર્ટી ટિકિટ આપશે તો લડીશ. અહીં 27 અને 28 એમ બે દિવસ બીજેપી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ભરૂચ બેઠક:-

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારો વચ્ચે જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોના મુમેદવારોની પસંદગી માટે ભાજપના નિરીક્ષક ભુપેન્દ્રસિંહ ચુડાસામા,શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમિષા સુથાર દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ભરૂચ બેઠક પર ઉમેદવારોનો જાણે રાફડો ફાટયો હોય એમ 15થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી જેમાં વર્તમાન ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર સહિત યોગેશ પટેલ,નરેશ પટેલ,શૈલા પટેલ, ડો.સુષ્મા ભટ્ટ, દક્ષા પટેલ, અમિતા પ્રજાપતિ,નિરલ પટેલ, દિવ્યેશ પટેલ,અનિલ રાણા,બીરેન વકીલ,વિરલ ઠાકોરે પોતાના બાયોડેટા નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હોવાની માહિતી મળી રહી છે ત્યારે દાવેદારોના રાફડા વચ્ચે મોવડી મંડળ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે એ જોવાનું રહેશે.

અંકલેશ્વર હાંસોટ બેઠક:-

અંકલેશ્વર બેઠક પર દાવેદારી કરનારાઓમાં વર્તમાન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરત નાગજી પટેલ, અંકલેશ્વર નગર સેવા સદનના મહિલા નગર સેવિકા મનીષા પટેલ, આર.એસ.એસ.ના આગેવાન બલદેવ પ્રજાપતિ અને હાંસોટના શાંતા બહેન પટેલે ટિકિટ માંગી હોવાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે ત્યારે ભાજપનો ગઢ ગણાતી અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર ભાજપ કોણે પોતાનો મુરતિયો જાહેર કરે છે તેના પર સૌ કોઇની મીટ મંડાઇ છે

આજથી શરૂ થઈ છે ભાજપની સેન્સ પ્રક્રિયા:-

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાતનું કાઉન્ટ શરૂ થઈ ગયું છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે અને તૈયારી કરી રહ્યાં છે. ચૂંટણી પ્રચારથી લઈ બેઠકોનો જોર શરૂ કરી દીધુ છે ત્યારે ભાજપે ચૂંટણીલક્ષી રાજનીતિ માટે ગઈ કાલે નિરીક્ષકોની યાદી જાહેર કરી છે અને આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. આજથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની વિવિધ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Next Story