ભાજપ આજે મોડી સાંજ સુધીમાં જાહેર કરશે યાદી, તો કોંગ્રેસની બીજી યાદ આવતીકાલે થશે જાહેર...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા નું કાર્ય વેગવંતુ બન્યું છે.

ભાજપ આજે મોડી સાંજ સુધીમાં જાહેર કરશે યાદી, તો કોંગ્રેસની બીજી યાદ આવતીકાલે થશે જાહેર...
New Update

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા નું કાર્ય વેગવંતુ બન્યું છે.આમ આદમી પાર્ટી તો અત્યાર સુધીમાં 158 બેઠકો પર ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધાં છે. તો કોંગ્રેસે પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઇ કવાયત શરૂ કરાઈ છે. ઉમેદવારની પસંદગીને લઇ આજે સાંજે દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે.

વિધાનસભાની ચૂંટણીને લઈને મોડી રાત સુધીમાં ભાજપની યાદી જાહેર થઈ શકે છે. સાંજે 6:30 કલાકે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે. બેઠકમાં 182 ઉમેદવારોના નામ પર મંથન થશે. બેઠકને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હી પહોંચી ગયા છે. બેઠક બાદ મોડી રાત સુધીમાં નામની યાદી જાહેર થઈ શકે છે. પ્રથમ ફેઝમાં 89 ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે, તો બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે બીજી યાદી ફાઈનલ કરી દીધી છે. જોકે, આજે અથવા આવતીકાલે ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ શકે છે. કોંગ્રેસ દ્વારા બીજી યાદીમાં કેટલા અને કંઈ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સમાચાર સામે આવ્યા નથી. આપને જણાવી દઈએ કે, પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે.

#BeyondJustNews #BJP #Connect Gujarat #Gujarat #Congress #Gujarat Election #announce #Candidate List
Here are a few more articles:
Read the Next Article