બનાસકાંઠા : વાવ વિધાસભાની પેટાચૂંટણીમાં ભાજપના સ્વરુપજી ઠાકોરની બહુમતી સાથે જંગી જીત...

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથો પર 70.54 ટકા મતદાન થયું હતું. જેમાં 3 લાખ 10 હજાર 681 મતદારોએ પૈકી 2 લાખ 19 હજાર 266 મતદારોએ પોતાનો મત આપ્યો હતો

New Update
Advertisment
  • વાવ વિધાસભાની પેટાચૂંટણીનું પરિણામ થયું જાહેર

  • કોંગ્રેસ-ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

  • કોંગ્રેસના ઉમેદવારને ભાજપના ઉમેદવારને પછાડ્યા

  • રસાકસી બાદ વાવ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો

  • વિજેતા ઉમેદવારને સમર્થકોએ અભિનનંદન પાઠવ્યા 

Advertisment

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાસભાની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી ભાજપના સ્વરુપજી ઠાકોરની 2500થી વધુ મતની લીડથી જીત થઇ છે.

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાસભાની પેટાચૂંટણી માટે ગત તા. 13 નવેમ્બરના રોજ મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી. પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરાય હતી. જેમાં 20 રાઉન્ડ સુધી આગળ રહેલાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરુપજી ઠાકોરે જીત મેળવી છે.

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં વાવસુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથો પર 70.54 ટકા મતદાન થયું હતું. જેમાં 3 લાખ 10 હજાર 681 મતદારોએ પૈકી 2 લાખ 19 હજાર 266 મતદારોએ પોતાનો મત આપ્યો હતો. જેમાં 1 લાખ 20 હજાર 619 પુરુષ અને 98 હજાર 647 મહિલા મતદારોએ મતદાન કર્યું હતુંત્યારે આજે કુલ 321 બુથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભારે રસાકસી બાદ અંતે વાવ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે.

Latest Stories