/connect-gujarat/media/media_files/2025/08/22/bodeli-nagarpalika-2025-08-22-17-11-15.jpg)
છોટાઉદેપુરના બોડેલીના રહેવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે બોડેલીમાં નગરપાલિકા કાર્યાન્વીત કરવાની મંજૂરી આપી છે અને 21 ઓગષ્ટથી બોડેલી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ગઇ છે. છોટા ઉદેપુરના બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળતાં લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. 21 ઓગસ્ટથી છોટાઉદેપુરના મહત્વના વેપાર મથક બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તથા સંખેડા અને નસવાડી અને છોટાઉદેપુર મહત્વના નગરો છે. છોટાઉદેપુર આદિવાસી વિસ્તાર છે અને જિલ્લાના લોકોને છેક વડોદરા સુધી ના આવવું પડે તે માટે છોટાઉદેપુર જિલ્લાની રચના કરાઇ હતી. હવે જિલ્લાના મહત્વના નગરને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે જેથી બોડેલીના નગરજનોને માળખાકીય સુવિધાઓ સહિત અન્ય રાજ્ય સરકારના લાભમાં વધારો થશે તથા ગ્રાન્ટો પણ મળશે.